અતુલ તિવારી/અમદાવાદ :કોરોનાને કારણે અનેક પ્રકારની ગેમ્સ પર બ્રેક લાગી હતી. બે વર્ષથી સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બંધ હતા. ત્યારે કોરોનાનો પ્રકોપ ઓછો થતા ધીરે ધીરે બધુ ખૂલી રહ્યુ છે. આવામાં બે વર્ષ બાદ ફરી એકવાર રણજી ટ્રોફીની શરૂઆત થશે. તમામ ટીમોની મેચ આજથી દેશના જુદા જુદા મેદાનોમાં રમાશે. 38 જેટલી જુદા જુદા રાજ્યના એસોસિએશનની ટીમો ભાગ લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની ટીમ રાજકોટ રમશે
રણજી ટ્રોફી શરૂ થવાથી ફરી એકવાર ડોમેસ્ટિક ક્રિકેટની લાંબી ફોર્મેટમાં પોતાની ક્ષમતા પુરવાર કરવાની ક્રિકેટરોને તક મળશે. ભારતીય ટેસ્ટ ટીમના સભ્ય ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે જેવા સિનિયર ખેલાડીઓ રણજી ટ્રોફીમાં રમશે. આજથી અમદાવાદમાં સૌરાષ્ટ્ર vs મુંબઈ વચ્ચે મુકાબલો રમાશે, જ્યારે ગ્રાઉન્ડ બી પર ગોવા vs ઓડિશાની મેચ રમાશે. ગુજરાતની રણજી ટીમ મધ્યપ્રદેશ સાથે રાજકોટના મેદાનમાં મેચ રમશે. 


આ પણ વાંચો : ગ્રીષ્માના હત્યારાનો શોકિંગ ઓડિયો, મિત્રને કહ્યુ હતું-'હું તેને ઘરે જઈને મારી નાખીશ'


નિયમોના પાલન સાથે રમાશે મેચ
કોરોનાના કેસો ઘટતાં ફરી રણજી ટ્રોફી શરૂ થશે ત્યારે દેશના 9 સ્થળોએ બાયો બબલ તૈયાર કરાયું છે. તમામ 38 રણજી ટીમને 9-9 એમ કુલ 3 ઈલાઈટ ગ્રુપમાં, તેમજ બાકીની 9 ટીમને પ્લેટ ગ્રુપમાં મૂકી સમગ્ર ટુર્નામેન્ટનું છે આયોજન કરાયુ છે. તમામ ટીમોની મેચ આજથી દેશના જુદા જુદા મેદાનોમાં યોજવામાં આવી છે. પ્રત્યેક ટીમ આ વર્ષે રણજી ટ્રોફીની 3 લીગ મેચ રમશે. પ્રથમ મેચ આજે ત્યારબાદ બીજી લીગ મેચ 24 ફેબ્રુઆરી અને ત્રીજી લીગ મેચ 3 માર્ચથી રમાશે.