રાજકોટઃ ઉત્તર પ્રદેશની ટીમે શનિવારે અહીં રણજી ટ્રોફી એલીટ ગ્રુપ બી મેચમાં સૌરાષ્ટ્રને ઈનિંગ અને 72 રને પરાજય આપ્યો છે. આ મુકાબલામાં ટેસ્ટ નિષ્ણાંત ચેતેશ્વર પૂજારા બીજી ઈનિંગમાં ફ્લોપ રહ્યો હતો. ઉત્તર પ્રદેશે સૌરાષ્ટ્રને પ્રથમ ઈનિંગમાં 331 રન પર ઓલઆઉટ કર્યું અને પછી મધ્યમ ક્રમના બે્સમેન મોહમ્મદ સૈફા 165 રનની મદદથી 523 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. તેનાથી ઉત્તર પ્રદેશને પ્રથમ ઈનિંગના આધાર પર 192 રનની લીડ મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોથા અને અંતિમ દિવસની રમત જ્યારે શરૂ થઈ તો સૌરાષ્ટ્રને મેચ બચાવવા અને હારથી બચવા માટે ટકીને બેટિંગ કરવાની જરૂર હતી પરંતુ ઉત્તર પ્રદેશના કેપ્ટન સૌરભ કુમારે પોતાની ફિરકીની જાદૂથી વિરોધી ટીમના છ બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. તેનાથી સૌરાષ્ટ્રની ટીમ 120 રન પર ઓલઆઉટ થઈ ગઈ અને ઉત્તર પ્રદેશને બોનસ પોઈન્ટ પણ મળ્યો હતો. સૌરાષ્ટ્રના ઓપનિંગ બેટ્સમેન હાર્વિક દેસાઈ (50) અને સ્નેલ પટેલ (19)એ પ્રથમ વિકેટ માટે 38 રનની ભાગીદારી નિભાવી હતી. 


જીશાન અંસારી (42 રન આપીને 3 વિકેટ)એ પટેલને આઉટ કર્યો હતો. પૂજારા ઘણીવાર ટીમને મુશ્કેલ સ્થિતિમાંથી બહાર કાઢતો રહ્યો  છે, અને તેની પાસે આશા હતી. પરંતુ તે માત્ર 10 બોલ રમી શક્યો અને સૌરભની બોલિંગમાં આઉટ થઈ ગયો હતો. તેણે માત્ર 3 રનનું યોગદાન આપ્યું હતું. 


Aus vs NZ: મિશેલ સ્ટાર્કના 'ખતરનાક બાઉન્સરે' તોડી બોલ્ટની આંગળી, સિરીઝમાંથી થયો બહાર


ત્યારબાદ સૌરભ અને જીશાને ઝડપથી સૌરાષ્ટ્રના બેટ્સમેનોને આઉટ કર્યાં હતા. ઓપનિંગ બેટ્સમેન હાર્વિક દેસાઈ ક્રીઝ પર ટકી રહ્યો જે યજમાનો માટે એકમાત્ર આશા હતી પરંતુ જીશાને લંચ પહેલા તેની વિકેટ ઝડપી જેથી ટીમનો સ્કોર 8 વિકેટ પર 98 રન થઈ ગયો હતો. 


યૂપીની ટીમે લંચ બાદ બે વિકેટ ઝડપીને સાત પોઈન્ટ પોતાના નામે કર્યાં હતા. આ જીત તેમાટે પણ ખાસ હતી કારણ કે ઉત્તર પ્રદેશે સૌરાષ્ટ્રને તેના ઘરમાં પરાજય આપ્યો હતો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર