Aus vs NZ: મિશેલ સ્ટાર્કના 'ખતરનાક બાઉન્સરે' તોડી બોલ્ટની આંગળી, સિરીઝમાંથી થયો બહાર

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે (Aus vs NZ) ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝનો બીજો મુકાબલો મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહ્યો છે. આ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ પોતાની પકડ મજબૂત કરી લીધી છે. 

Aus vs NZ: મિશેલ સ્ટાર્કના 'ખતરનાક બાઉન્સરે' તોડી બોલ્ટની આંગળી, સિરીઝમાંથી થયો બહાર

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબોર્નમાં રમાઇ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટમાં (Boxing day test) ન્યૂઝીલેન્ડનો (Aus vs NZ) મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ (Trent Boult) ઈજાગ્રસ્ત થઈને સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. બોલ્ટને પ્રથમ ઈનિંગમાં બેટિંગ દરમિયાન બોલ વાગ્યો હતો, આ કારણે તેની આંગળીમાં ફ્રેક્ચર થઈ ગયું છે. 

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝનો બીજો મુકાબલો મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહ્યો છે. આ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ત્રીજા દિવસની રમત પૂરી થવા સમયે ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ પર 456 રનની લીડ મેળવી લીધી છે. 

મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો બોલ્ટ
ન્યૂઝીલેન્ડ ટીમનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરતા સમયે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. બેટિંગ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કનો બોલ સીધો તેની આંગળી પર વાગ્યો હતો. બોલની ગતિ એટલી ઝડપી હતી કે ઈજાને કારણે તેની આંગળીમાં ફ્રેક્ચર થઈ ગયું છે. ઈજાની ગંભીરતાને જોતા તેને એક સપ્તાહ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. 

He will require around four weeks of rehabilitation.

A replacement player will be confirmed in due course. pic.twitter.com/KSP66LTCub

— BLACKCAPS (@BLACKCAPS) December 28, 2019

બોલ્ટે બનાવ્યા 8 રન
ન્યૂઝીલેન્ડ માટે મુશ્કેલ સ્થિતિમાં બેટિંગ કરવા ઉતરેલ બોલ્ટે આ મેચમાં 13 બોલમાં 8 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે વેગનરની સાથે મળીને 10મી વિકેટ માટે 24 રનની ભાગીદારી કરી હતી. 

વેસ્ટ ઈન્ડિઝના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન ક્લાઇવ લોયડને નવા વર્ષે મળશે આ બ્રિટિશ સન્માન

ન્યૂઝીલેન્ડ પર પરાજયનું સંકટ
પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 467 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 148 રનમાં ખખડી ગઈ હતી. પ્રથમ ઈનિંગના આધાર પર ઓસ્ટ્રેલિયાને 319 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટે 137 રન બનાવી લીધા છે અને તેની કુલ લીડ 456 રનની થઈ ચુકી છે.  

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news