સિડનીઃ અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાન ટી-20માં ત્રીજી હેટ્રિક ઝડપનાર પાંચમો બોલર બની ગયો છે. તેણે બિગ બેશ લીગમાં બુધવારે એડિલેડ સ્ટ્રાઇકર્સ અને સિડની સિક્સર્સ વચ્ચે રમાયેલી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. રાશિદ આ લીગમાં એડિલેડ સ્ટ્રાઇકર્સ તરફથી રમી રહ્યો છે. તેણે 11મી ઓવરના અંતિમ બે બોલ પર સિડનીના બેટ્સમેન જેમ્સ વિન્સ અને જેક એડવર્ડ્સને આઉટ કર્યાં હતા. ત્યારબાદ 13મી ઓવરા પ્રથમ બોલ પર જોર્ડન સિલ્કને આઉટ કરીને હેટ્રિક પૂરી કરી હતી. બિગ બેશ લીગના ટ્વીટર એકાઉન્ડ પર તેનો વીડિઓ શેર કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ લેગ સ્પિનરે મેચમાં 4 ઓવરમાં 22 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. પરંતુ તેની ટીમ એડિલેડે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સિડનીએ જીત માટે મળેલો 136 રનનો લક્ષ્ય આઠ વિકેટ ગુમાવીને પૂરો કરી લીધો હતો. આ રાશિદની બિગ બેશ લીગમાં પ્રથમ હેટ્રિક છે. તે લીગમાં આમ કરનાર પ્રથમ વિદેશી પણ બની ગયો છે. તેની પહેલા ચાર બોલર ટી20માં હેટ્રિક ઝડપી ચુક્યા છે. તેમાં અમિત મિશ્રા (ભારત), મોહમ્મદ શામી (પાકિસ્તાન), એન્ડ્રૂ ટાઈ (ઓસ્ટ્રેલિયા), આંદ્રે રસેલ (વેસ્ટઈન્ડિઝ) 
સામેલ છે. રાશિદે ટી20માં પ્રથમ હેટ્રિક 2017માં લીધી હતી. 


ICC Test Rankings: ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોનો દબદબો, ભારતીય ખેલાડીઓને થયું નુકસાન



વર્ષ મેચ આઉટ થનાર બેટ્સમેન
2017 ગુયાના અમેઝોન vs જમૈકા તલાવાઝ એએમ મૈકાર્થી,જેએ ફૂ, રિકાર્ડ પોવેલ
2019 અફઘાનિસ્તાન vs આયર્લેન્ડ કેવિન ઓ બ્રાયન, જીએચ ડોકરેલ, એસસી ગેટકેટ, સિમી સિંહ
2020 એડિલેડ સ્ટ્રાઇકર્સ vs સિડની સિક્સર્સ જેએમ વિન્સ, જે એડવર્ડ્સ, જેરી સિલ્ક

તે આંતરરાષ્ટ્રીય ટી-20માં આયર્લેન્ડ વિરુદ્ધ 4 બોલમાં 4 વિકેટ ઝડપી ચુક્યો છે. તે આમ કરનાર વિશ્વનો પ્રથમ બોલર છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર