ચેન્નઈઃ CSK vs RR, Match: ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને બુધવારે રમાયેલી આઈપીએલ મેચમાં રાજસ્થાન રોયલ્સના હાથે 3 રનથી દિલ તોડનારી હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ માટે મેચની અંતિમ ઓવરમાં મહેન્દ્ર સિંહ ધોની અને રવીન્દ્ર જાડેજાના રૂપમાં બે દિગ્ગજ ફિનિશર હાજર હતા, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યા નહીં. આ વચ્ચે હવે બીસીસીઆઈએ રાજસ્થાન રોયલ્સના સ્ટાર ખેલાડીને સજા ફટકારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખેલાડીને મળી સજા
રાજસ્થાન રોયલ્સના સ્પિનર રવિચંદ્રન અશ્વિન પર મેચ ફીના 25 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બીસીસીઆઈએ ખુદ તેની જાહેરાત કરી છે. અશ્વિન પર ટાટા આઈપીએલ (IPL) 2023 ની મેચ 17 દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આઈપીએલ આચાર સંગિતાના ઉલ્લંઘન માટે 25 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અશ્વિને આઈપીએલની આચાર સંહિતાના અનુચ્છેદ 2.7 હેઠળ લેવલ 1નો અપરાધ સ્પીકાર કર્યો છે. આચાર સંહિતાના સ્તર 1 નના ઉલ્લંઘન માટે મેચ રેફરીનો નિર્ણય અંતિમ હોય છે. 


આ પણ વાંચોઃ IPL ઓક્શનમાં વિદેશી ખેલાડીઓએ કરી જોરદાર કમાણી, પરંતુ ગ્રાઉન્ડ પર ઉતરતા થયા ફ્લોપ


શા માટે આ ખેલાડીને દંડ કરવામાં આવ્યો?
વાસ્તવમાં રાજસ્થાન રોયલ્સનો રવિચંદ્રન અશ્વિન મેચ દરમિયાન અમ્પાયરો દ્વારા બોલ બદલવાથી નાખુશ જોવા મળ્યો હતો. અશ્વિને પણ મેચ પૂરી થયા બાદ આ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેણે આ પહેલા ક્યારેય જોયું ન હતું જ્યારે અમ્પાયર ખૂબ ઝાકળ પડવા પર બોલ બદલતા હતા. અશ્વિને વધુમાં જણાવ્યું હતું કે ઝાકળને કારણે અમ્પાયરોએ જાતે જ બોલ બદલ્યો તે આશ્ચર્યજનક છે. આ પહેલાં ક્યારેય બન્યું ન હતું અને મને આશ્ચર્ય થયું. સાચું કહું તો IPLમાં આ વખતે મેદાન પર લીધેલા કેટલાક નિર્ણયોથી મને થોડો આશ્ચર્ય થાય છે.


મેચ બાદ કહી આ વાત
અશ્વિને મેચ બાદ થયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમારી ટીમ બોલિંગ કરી રહી હતી અને અમે બોલ બદલવા માટે કહ્યું નહોતું, પરંતુ અમ્પાયરોએ પોતાની મરજીથી બોલ બદલી નાખ્યો. મેં અમ્પાયરને પૂછ્યુ અને તેમણે કહ્યું કે અમે આ કરી શકીએ. તેમણે આગળ કહ્યું કે તેથી મને આશા છે કે જ્યારે ઝાકળ પડી રહી હશે તે તેને બદલી શકે છે. તમે જે પણ કરવા ઈચ્છો તે કરી શકો છો, પરંતુ તમારે એક માપદંડ નક્કી કરવાની જરૂર છે. 


આ પણ વાંચોઃ ખેલાડીઓ કરતાં વધુ કમાય છે અમ્પાયરો! જાણો કેવી રીતે મળે છે લાખો રૂપિયા..


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube