રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયામાં કરાવી સર્જરી, કહ્યું- હવે વધુ તોફાની અંદાજમાં થશે વાપસી
રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કરતા કહ્યુ, `થોડા સમય માટે એક્શન (ક્રિકેટ)થી બહાર, સર્જરી થઈ ગઈ, પરંતુ જલદી ધમાકેદાર વાપસી કરીશ.` સોમવારે ભારતીય ક્રિકેટ બોર્ડે પુષ્ટિ કરી હતી કે જાડેજા ઓસ્ટ્રેલિયા સામે ચોથી ટેસ્ટમાં રમશે નહીં.
નવી દિલ્હીઃ Ind vs Aus: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર મેચોની ટેસ્ટ સિરીઝના ત્રીજા મુકાબલામાં ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ઈજા થઈ હતી. તેના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. છતાં તે ટેસ્ટ મેચમાં ભારત માટે બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઈચ્છતો હતો. પરંતુ હનુમા વિહારી અને આર અશ્વિનને કારણે તેની બેટિંગની જરૂર ન પડી અને મુકાબલો બંન્ને બેટ્સમેનોએ ડ્રો કરાવી દીધો.
કારણ કે જાડેજાના હાથમાં ફ્રેક્ચર હતું. તેવામાં તેને સર્જરી કરાવવાની હતી. આ કતારણ છે કે તે સોમવારે સાંજે હોસ્પિટલ રવાના થઈ ગયો, જ્યાં મંગળવારે તેની સર્જરી કરવામાં આવી છે. આ વાતની જાણકારી ખુબ રવિન્દ્ર જાડેજાએ આપી છે. ઓલરાઉન્ડર જાડેજાએ મંગળવારે કહ્યુ કે, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં પિંક ટેસ્ટ દરમિયાન તેના અંગૂઠામાં ઈજા થયા બાદ સર્જરી થઈ છે.
AUS vs IND: ભારતને વધુ એક ઝટકો, હવે સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ઈજાને કારણે બહાર
બાદમાં તે સ્કેન માટે ગયો અને ટેસ્ટથી ખ્યાલ આવ્યો કે તેનો અંગૂઠો ડિસ્લોકેટ થઈ ગયો છે. બીસીસીઆઈએ પુષ્ટિ કરી હતી કે ઓલરાઉન્ડર ભારત આવતા પહેલા સિડનીમાં એક હાથ નિષ્ણાંત સાથે ચર્ચા કરશે. પરંતુ હવે જાડેજા પ્રમાણે તેણે સિડનીમાં જ સર્જરી કરાવી લીધી છે. તો સૂત્રો પ્રમાણે તે છ સપ્તાહ માટે ટીમમાંથી બહાર થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube