રવીંદ્ર જાડેજાની બેટિંગ જોઇ ઇંગ્લિશ કોચ બોલ્યા- સારૂ છે કે માત્ર છેલ્લી ટેસ્ટ રમ્યો
ઇંગ્લેન્ડના સહાયક કોચ પોલ ફારબ્રાસે કહ્યું કે ટીમ ઇન્ડિયાનો રવીંદ્ર જાડેજા એક સારો ક્રિકેટક છે અને તેમને ખુશી છે કે તે માત્ર પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ રમ્યો છે.
લંડન: ઇંગ્લેન્ડના સહાયક કોચ પોલ ફારબ્રાસે કહ્યું કે ટીમ ઇન્ડિયાનો રવીંદ્ર જાડેજા એક સારો ક્રિકેટક છે અને તેમને ખુશી છે કે તે માત્ર પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ રમ્યો છે. રવીંદ્ર જાડેજાને આઠમાં નંબર પર રમવા પહોંચીને તેના કરિયરનું નવમી અર્ધશતક મારી ભારતને પહેલી ઇંનિગમાં 6 વિકેટ પર 160 રનથી 292 રન સુધી પહોંચડ્યા છે. રવીંદ્ર જાહેજાએ આ મેચમાં અણનમ 86 રનની ઇંનિગ રમ્યો છે. ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે પાંચમી અને છેલ્લી ટેસ્ટ ઓવલમાં રમાઇ રહી છે. ભારત ટેસ્ટ સીરીઝ પહેલાથી જ હારી ગયું છે. આ પહેલાની 3 મેચોની વન-ડે સીરીઝ પણ ભારત હારી ગયું હતુ. જોકે, ટીમ ઇન્ડિયાએ પોતાના ઇંગ્લેનડ ટૂરની શરૂઆત 3 મેચની ટી-20 સીરીઝ જીતની સાથે કરી હતી.
રવીંદ્ર જાડેજાની આ જોરદાર બેટિંગ જોઇ ફારબ્રાસએ કહ્યું, ‘તેમની ભાગીદારી બનતા પહેલા જ એક જીવનદાન મળી ગયું હતું.’ તેણે તેનો પૂરે પુરો લાભ ઉઠાવી શાનદાર ઇંનિગ રમ્યો હતો. તે ઘણા પ્રતિભાશાળી અને ખતરનાક ક્રિકેટર છે. અમે ખુશ થવું જોઇએ કે તે છેલ્લી મેચમાં રમાવા આવ્યો.
એલિસ્ટર કુક છેલ્લી ટેસ્ટમાં ફટકારે સદી
કોચે કહ્યું કે ક્રિકેટપ્રેમીઓ અને ઇંગ્લેન્ડના ક્રિકેટ સમુદાયને આશા હશે કે એલિસ્ટર કુક તેની છેલ્લી ટેસ્ટમાં સદી ફટકાર. તેમણે કહ્યું, ‘જો તેઓ સદી ફટકારી શકે છે તો આ શાનદાર હશે. તેઓ દર્શકોથી મળી રહેલા પ્રેમનો લુત્ફ લઇ રહ્યાં છે અને લાંબી ઇંનિગ્સ રમવાનું પસંદ કરશે.’
રવીંદ્ર જાડેજાએ છેલ્લી ટેસ્ટમાં મારી અર્ધશતક
જણાવી દઇએ કે રવીંદ્ર જાડેજાએ મારેલા અર્ધશતકના કારણે ભારત મેચમાં પરત ફરવામાં સફળ રહ્યું છે. આપણી પહેલી ટેસ્ટ રમી રહેલા હનુમા વિહારી (56) અને રવીંદ્ર જાડેજાની (અણનમ 86) અર્ધશતકની મદદથી આપણે પહેલી ટેસ્ટમાં 292 રન બનાવ્યા હતા. જોકે, ત્યારબાદ એલિસ્ટર કુકે તેની છેલ્લી ટેસ્ટમાં મજબુતી દેખાડી ઇંગ્લેન્ડને રવિવારે ટેસ્ટ ક્રિકેટ મેચના ત્રીજા દિવસે પોતાનું પલડું ભારે રાખ્યું હતું.
રવીંદ્ર જાડેજાની બેટિંગ રહ્યું આકર્ષણનું કેન્દ્ર
ભારતીય બેટિંગનું આકર્ષણ રવીંદ્ર જાડેજા અણનમ અર્ધશતક છે. તેણે સતર્કતા અને આક્રમતાની સારું ઉદાહરણ પુરૂ પાડ્યું તથા 156 બોલનો સામનો કરી 11 ફોર અને 1 સિક્સ મારી હતી. જાડેજાએ વિહારીની સાથે સાતમાં વિકેટ માટે 77 રન મારી ભાતરને સમ્મનાજનક સ્કોર સુધી પહોંચ્યા હતા. હનુમા વિહારીને આઉટ થયા બાદ રવીંદ્ર જાડેજાએ આક્રમક બેટિંગ કરી, પરંતુ આ વચ્ચે પાછલા બેટ્સમેનો સાથે ધ્યાન પૂર્વક બેટિંગ પણ કરી હતી. જાડેજાએ માટાભાગની સ્ટ્રાઇ તેની પાસે જ રાખી હતી. વિહારીએ 124 બોલનો સામનો કરી 7 ફોર અને 1 સિક્સ મારી હતી. ઇંગ્લેન્ડની તરફથી જેમ્સ, એંડરસન, બેન સ્ટોક્સ અને મોઇન અલીએ 2-2 જ્યારે સુઅર્ટ બોર્ડ, સેમ કુરેન, અને આદીર રાશિદે 1-1 વિકેટ લીધી હતી.