Ravindra Jadeja Team India: રવીન્દ્ર જાડેજાને શ્રીલંકાના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં તક મળી નથી. જાડેજાએ ટી20 વિશ્વકપ બાદ ક્રિકેટના નાના ફોર્મેટને અલવિદા કહ્યું હતું. પરંતુ શ્રીલંકા સામે વનડે સિરીઝમાં જાડેજાનું નામ સામેલ નથી. ટીમ ઈન્ડિયાની કમાન હવે ગૌતમ ગંભીરના હાથમાં છે. તે હેડ કોચ છે. ગંભીર હવે વોશિંગટન સુંદરમાં ભવિષ્ય જોઈ રહ્યો છે. સુંદરને શ્રીલંકાના પ્રવાસ માટે ટીમમાં જગ્યા મળી છે. શ્રીલંકા સામે વનડે સિરીઝ માટે ભારતીય ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ છે. પરંતુ જાડેજા નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાડેજાએ ટીમ ઈન્ડિયા માટે છેલ્લી વનડે મેચ નવેમ્બર 2023માં રમી હતી. તે ટીમ માટે અનેક વખત શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે. પરંતુ રિપોર્ટ પ્રમાણે જાડેજા ટીમ ઈન્ડિયાના ફ્યૂચર પ્લાનમાં ફિટ બેસી રહ્યો નથી. ભારતીય ટીમ હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની તૈયારી કરશે. તેવામાં જાડેજાના બહાર થવા પર સવાલ ઉઠી રહ્યાં છે.


આ પણ વાંચોઃ હાર્દિક પંડ્યાનું કેમ કપાયું પત્તું, ન બની શક્યો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? મોટું કારણ


છેલ્લી કેટલીક મેચમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નથી જાડેજા
જાડેજા ટી20 વિશ્વકપ 2024 અને વનડે વિશ્વકપ 2023માં ટીમ ઈન્ડિયામાં હતો. પરંતુ તેની છેલ્લી નવ મેચ ખાસ રહી નથી. જાડેજા દક્ષિણ આફ્રિકા સામે 2 રન બનાવી આઉટ થઈ ગયો હતો. આ મેચમાં તેને વિકેટ પણ મળી નહીં. તે પહેલા ઈંગ્લેન્ડ વિરુદ્ધ 17 રન બનાવ્યા હતા. તો ઓસ્ટ્રેલિયા સામે 9 રન બનાવ્યા હતા. આ મેચમાં પણ તેને વિકેટ મળી નહોતી. પાકિસ્તાન સામે પણ જાડેજા માત્ર 7 રન બનાવી આઉટ થઈ ગયો હતો. 


વોશિંગટન સુંદર હોઈ શકે છે ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય
ટીમ ઈન્ડિયાએ સુંદરને વનડે ટીમમાં તક આપી છે. તે ઓલરાઉન્ડ ખેલાડી છે. સુંદર ભારત માટે 19 વનડે મેચ રમ્યો છે જેમાં તેણે 18 વિકેટ ઝડપી છે. આ સાથે 11 ઈનિંગમાં તેણે 265 રન પણ ફટકાર્યા છે. સુંદરની સાથે-સાથે અક્ષર પટેલને પણ શ્રીલંકાના પ્રવાસ માટે તક મળી છે. અક્ષર અનુભવી ખેલાડી છે અને ફોર્મમાં પણ છે.