Hardik Pandya: હાર્દિક પંડ્યાનું કેમ કપાયું પત્તું, ન બની શક્યો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? મોટું કારણ સામે આવ્યું

હાલમાં જ BCCI એ ટીમ ઈન્ડિયાના શ્રીલંકા પ્રવાસ માટે ટી20 માટેની ટીમની જાહેરાત કરી ત્યારબાદ જાણે હંગામો મચ્યો છે કારણ કે ટીમ ઈન્ડિયાના ટી20 કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા નહીં પરંતુ સૂર્યકુમાર યાદવનું નામ જાહેર કરવામાં આવ્યું.

Hardik Pandya: હાર્દિક પંડ્યાનું કેમ કપાયું પત્તું, ન બની શક્યો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? મોટું કારણ સામે આવ્યું

હાલમાં જ BCCI એ ટીમ ઈન્ડિયાના શ્રીલંકા પ્રવાસ માટે ટી20 માટેની ટીમની જાહેરાત કરી ત્યારબાદ જાણે હંગામો મચ્યો છે કારણ કે ટીમ ઈન્ડિયાના ટી20 કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા નહીં પરંતુ સૂર્યકુમાર યાદવનું નામ જાહેર કરવામાં આવ્યું. આ ઉપરાંત શુભમન ગિલને ટી20 અને વનડે બંને ટીમો માટે વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. એટલે કે હાર્દિક પંડ્યાને કેપ્ટન તો  ઠીક વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો નથી. રોહિત શર્મા વનડે ટીમનો કેપ્ટન હશે જ્યારે સૂર્યકુમાર યાદવ ટી20  માટેની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી પર ભારતના લેફ્ટી પેસર પ્રદીપ સાંગવાન સાથે વાતચીતમાં મોટી વાત સામે આવી છે. 

કેમ કપાયું પત્તું?
પ્રદીપ સાંગવાને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સની કેપ્ટન્સી કરતા નજીકથી જોયો છે. પ્રદીપ સાંગવાને કહ્યું કે હાર્દિક પંડ્યા એક સારો કેપ્ટન છે. જો કે હાર્દિક પંડ્યા સાથે છેલ્લા કેટલાક સમયથી તેની બેકને લઈને સમસ્યા ચાલી રહી છે. આથી તેની ફિટનેસને જોતા ક્યાંકને ક્યાંક પસંદગી સમિતિએ આ નિર્ણય લીધો હશે. 

ફિટનેસ પણ ધરાવે છે મહત્વ
પ્રદીપ સાંગવાને કહ્યું કે ફિટનેસને બાદ કરીએ તો હાર્દિક પંડ્યા એક સારો અને સ્માર્ટ કેપ્ટન છે. તેણે આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સને વિજેતા પણ બનાવ્યું હતું અને બીજી સીઝનમાં ફાઈનલમાં પહોંચાડ્યું હતું. પરંતુ ફિટનેસ મહત્વ ધરાવે છે અને આ કારણે પસદંગી સમિતિ આ માપદંડ પણ જુએ છે. 

કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે હાર્દિક
અત્રે જણાવવાનું કે હાર્દિક પંડ્યા આઈપીએલ 2024માં ગુજરાત ટાઈટન્સની ટીમથી મુંબઈ ઈન્ડિયન્સમાં આવી ગયો હતો. અહીં તેણે કેપ્ટન તરીકે રોહિત શર્માની જગ્યા લીધી હતી. આ નિર્ણયની ખુબ ટીકા પણ થઈ હતી. બાદમાં હાર્દિક પંડ્યાએ ટી20 વર્લ્ડ કપમાં રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં ખુબ મહત્વનું યોગદાન આપ્યું હતું. હાર્દિક પંડ્યા હાલ પોતાના અંગત જીવનમાં પણ મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યો છે કારણ કે તેણે અને નતાશાએ છૂટા પડવાનું નક્કી કરી લીધુ છે. 

હાર્દિક પંડ્યાના ડિવોર્સ
હાર્દિક પંડ્યાએ 18 જુલાઈના રોજ પત્ની નતાશા સ્ટેનકોવિડથી છૂટા પડવાની સત્તાવાર જાહેરાત કરી હતી. પ્રદીપ સાંગવાન લેજેન્ડ્સ ઈન્ટરકોન્ટિનેન્ટલ લીગમાં રમતા જોવા મળશે. તેમણે 58 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 178 વિકેટ લીધી છે. તેઓ 102 ટી20 મેચમાં 104 વિકેટ લઈ ચૂક્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news