IPL 2019 : જોરદાર હાર વચ્ચે કેપ્ટન કોહલીએ શોધી નાખ્યો `હીરો`, હવે બનશે ટીમનું બ્રહ્માસ્ત્ર
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2019)ની 12મી સિઝનની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) ખરાબ રીતે હારી ગયું હતું
ચેન્નાઈ : ચેન્નાઇ સુપરકિંગ્સે (Chennai Super Kings) મેચમાં ટોસ જીતને પહેલાં બોલિંગ કરીને બેંગ્લુરુને 17.1 ઓવરમાં 70 રનના સ્કોરે બોલ્ડ કરી દીધું હતું. આ પછી ચેન્નાઈએ ત્રણ વિકેટ ગુમાવીને 17.4 ઓવરમાં લક્ષ્ય મેળવી લીધું હતું. આ આઇપીએલ (IPL 2019)ની 12મી સિઝનની પહેલી મેચ હતી. લીગમાં રવિવારે બે મેચ રમવામાં આવશે. હકીકતમાં CSKનો કેપ્ટન ધોની ટીમ ઇન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન છે જ્યારે વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી RCBનો કેપ્ટન છે.
IPL 2019: ચેન્નાઈની હાર પછી પણ વિરાટ કોહલી છે ખુશ કારણ કે...
આ મેચમાં RCBની હાર થઈ છે પણ ટીમને નવદીપ સૈની જેવો જોરદાર બોલર મળી ગયો છે જે કોઈપણ મેચમાં ટીમ માટે બ્રહ્માસ્ત્ર સાબિત થઈ શકે છે. નવદીપ સૈની વિશે વિરાટ કોહલીએ કહ્યું છે કે નવદીપ 150 કિલોમીટરની સ્પિડથી બોલિંગ કરે છે. તે એક ઘાતક બોલર સાબિત થઈ શકે છે અને મારી તેના પર નજર છે.
આઇપીએલ (Indian Premier League)માં રવિવારે (24 માર્ચ)ના દિવસે બે મેચ રમવામાં આવશે. પહેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમત રમાશે. બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સની મેચ મુંબઈ ઇન્ડિયન્સ સામે રમાશે. દિલ્હી કેપિટલ્સ ગઈ સિઝન સુધી દિલ્હી ડેરડેવિલ્સના નામે મેચ રમતી હતી પણ આ વખતે એણે પોતાનુ નામ બદલી નાખ્યું છે.