બેંગલુરૂઃ ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ અંતિમ બોલ પર સીધા થ્રો પર રન આઉટ કરીને રોયલ ચેલેન્જર્સ બેંગલોરને એક રનથી જીત અપાવનાર પાર્થિવ પટેલે કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની જ્યારે અંતિમ બોલ ચુકી ગયો તો તેને આશ્ચર્ય થયું. ધોનીએ ઉમેશ યાદવની છેલ્લી ઓવરના પ્રથમ પાંચ બોલ પર 24 રન બનાવ્યા પરંતુ છેલ્લો બોલ ચુકી ગયો. તે એક રન લેવા દોડ્યો અને પાર્થિવે સીધા થ્રો પર શાર્દુલ ઠાકુરને રન આઉટ કરી દીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પટેલે મેચ બાદ પત્રકાર પરિષદમાં કહ્યું, અમે ઈચ્છતા હતા કે, ધોની ઓફ સાઇડ પર મારે. તે લેગ સાઇડ પર મારત તો 2 રન હતા અને જે પ્રકારે તે વિકેટો વચ્ચે દોડે છે, 2 રન રોકવાનો સવાલ નહતો. 


તેણે કહ્યું, અમે ઈચ્છતા હતા કે ઉમેશ ધીમો બોલ ફેંકે અને ઓફ સ્ટમ્પ બહાર હોય. આશ્ચર્યની વાત છે કે, તે ચુકી ગયો. મને લાગતું નહતું કે તે ચુકી જશે. તેણે કહ્યું, બેંગલુરૂ કે મુંબઈમાં અંતિમ પાંચ ઓવરમાં 70 રન બનાવી શકાય છે. અમે તેને વધુમાં વધુ ડોટ બોલ ફેંકવા ઈચ્છતા હતા કારણ કે, બધાને ખ્યાલ હતો કે ધોની શું કરી શકે છે. તે મેચને છેલ્લી ત્રણ ઓવર સુધી લઈ ગયો અને વિજય પાક્કો હતો. 


આ પણ વાંચો : પ્લેઓફ ગણિત સમીકરણ બદલાયા


સિઝનમાં પોતાની બીજી અડધી સદી ફટકારનાર પટેલે કહ્યું કે, કોચ ગૈરી કર્સ્ટને તેને યોગ્ય બોલરની પસંદગી કરીને શોટ રમવાની સલાહ આપી જે ઉપયોગી સાબિત થઈ. આરસીબીએ ચેન્નઈને 5 વર્ષ બાદ આઈપીએલ મેચમાં હરાવ્યું હતું.