શારજાહઃ IPL 2020 RCB vs KKR Playing XI Prediction: સંયુક્ત અરબ અમીરાત (UAE)માં રમાઇ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝનનો અડધો પડાવ આજે એટલે કે 12 ઓક્ટોબરે સમાપ્ત થઈ જશે. લીગ ફેઝમાં કુલ 56 મેચ રમાવાની છે. સોમવારે 28મો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે શારજાહના મેદાનમાં રમાશે. આ સાથે આઈપીએલ 2020ના લીગ રાઉન્ડના અડધા મુકાબલે સમાપ્ત થઈ જશે. આરસીબી વિરુદ્ધ કેકેઆર મેચની સાથે બધી ટીમ પોત-પોતાની સાત મેચ રમી ચુકી હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ આપણે વાત કરીએ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકત્તા નાઇટ રાઇડર્સની પ્લેઇંગ ઇલેવનની. કોલકત્તા અને બેંગલોરની ટીમે અત્યાર સુધી રમેલી 6-6 મેચમાં 4-4 મેચ જીતી છે. બંન્ને ટીમ પોતાની પાછલી મેચ જીતીને આવી રહી છે. તેવામાં ટીમમાં ફેરફારની શક્યતા ઓછી છે. જો કોલકત્તાની વાત કરવામાં આવે તો આંદ્રે રસેલની ઈજા કેવી છે તેના આધારે ટીમ નક્કી કરવામાં આવશે. બીજીતરફ સુનીલ નરેન પર ખાસ ધ્યાન રહેશે કારણ કે પાછલી મેચમાં તેના વિરુદ્ધ શંકાસ્પદ બોલિંગ એક્શનને કારણે વોર્નિંગ આપવામાં આવી હતી. 


રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકત્તા નાઇટ રાઇડર્સનો આમને-સામનો આઈપીએલના ઈતિહાસમાં 24 વખત થયો છે. આઈપીએલમાં1 4 વખત કોલકત્તાએ બેંગલોરને હરાવ્યું, જ્યારે માત્ર 10 વખત આરસીબી જીતી શક્યું છે. જો છેલ્લા છ મુકાબલાની વાત કરીએ તો કોલકત્તાએ 5 વખત બેંગલોરને માત આપી છે. તેવામાં કેકેઆરનું મનોબળ ઉંચુ રહેશે. 


RCBvsKKR: બેજોડ ફોર્મમાં બેંગલોર, કોલકત્તા પણ તૈયાર, વિરાટ કોહલીની સામે  હશે દિનેશ કાર્તિક  


રોયલ ચેલેન્જર્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
દેવદત્ત પડીક્કલ, આરોન ફિન્ચ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, શિમ દુબે, ગુરકીરત માન, ક્રિસ મોરિસ, વોશિંગટન સુંદર, ઇસુરુ ઉડાના, નવદીપ સૈની અને યુજવેન્દ્ર ચહલ. 


કોલકત્તા નાઇટ રાઇડર્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, નીતીશ રાણા, ઇયોન મોર્ગન, આંદ્રે રસેલ, દિનેશ કાર્તિક, સુનીલ નરેન, પેટ કમિન્સ, કમલેશ નાગરકોટી, પ્રસિદ્ધ કૃષ્ણા અને વરૂણ ચક્રવર્તી. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર