નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે સાંજે રમાનાર મુકાબલો રોમાંચક રહેવાની આશા છે. આજે કિંગ્સ ઇલેવન પંજાબનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે થવાનો છે. આજના મુકાબલામાં બધાની નજર ક્રિસ ગેલ પર છે. ગેલ આ સીઝનમાં પોતાની પ્રથમ મેચ રમી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો ગેલ આવશે તો આજે પંજાબની નવી ઓપનિંગ જોડી જોવા મળી શકે છે. ક્રિસ ગેલ અને રાહુલ ઈનિંગની શરૂઆત કરતા જોવા મળશે. તો મયંક અગ્રવાલ ત્રીજા સ્થાને બેટિંગ કરશે. આ સિવાય નિકોલસ પૂરન અને મનદીપ સિંહ પણ ટીમમાં હશે. ગ્લેન મેક્સવેલ કે જિમી નીશમ કોઈ એકે બહાર રહેવું પડી શકે છે. બોલિંગમાં ક્રિસ જોર્ડન, મોહમ્મદ શમી અને અર્શદીપની ત્રિપુટી હશે. જ્યારે સ્પિન વિભાગમાં કૃષ્ણાપ્પા ગૌતમ અને રવિ બિશ્નોઈ ધમાલ મચાવશે. 


બેંગલોરની ટીમ પાછલી જીત બાદ અંતિમ ઇલેવનમાં કોઈ ફેરફાર કરે તેમ લાગતું નથી. આરોન ફિન્ચ અને પડીક્કલ ઈનિંગનો પ્રારંભ કરશે. ત્યારબાદ વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ પણ ફોર્મમાં છે. બોલિંગમાં નવદીપ સૈની, ઉડાના, સિરાજ અને મોરિસ સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. તો સ્પિન વિભાગની જવાબદારી વોશિંગટન સુંદર અને યુજવેન્દ્ર ચહલ પાસે છે. 


પિતા બન્યા પહેલા મેરી કોમ પાસે આ વાત શીખવા ઈચ્છે છે વિરાટ કોહલી  


કિંગ્સ ઇલેવન પંજાબની સંભવિત  પ્લેઇંગ ઇલેવન
ક્રિસ ગેલ, કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ/જિમી નીશામ, મનદીપ સિંહ, ક્રિસ જોર્ડન, મોહમ્મદ શમી, મુરૂગન અશ્વિન, રબિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ. 


રોયલ ચેલેન્જર્સ બેંગલોરની પ્લેઇંગ ઇલેવન
દેવદત્ત પડીક્કલ, આરોન ફિન્ચ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, શિવમ દુબે, ક્રિસ મોરિસ, ઇસુરુ ઉડાના, વોશિંગટન, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ, યુજવેન્દ્ર ચહલ.
 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર