અબુધાબીઃ લુકા મોદ્રિચના શાનદાર પ્રદર્શનની મદદથી રિયલ મેડ્રિડે શનિવારે યજમાન અલ એનને 4-1થી હરાવીને એકવાર ફરી ક્લબ વિશ્વ કપનું ટાઇટલ જીત્યું. યૂરોપીય ચેમ્પિયન મેડ્રિડે રેકોર્ડ 7મી વખત ક્લબ વિશ્વ કપનું ટાઇટલ જીત્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બૈલન ડી ઓર પુરસ્કાર વિજેતા મોદ્રિચે 14મી મિનિટમાં ગોલ કરીને રિયલ મેડ્રિડને 1-0થી આગળ કર્યું, ત્યારબાદ માર્કોસ લોરેંટેએ ટીમની લીડ બમણી કરી દીધી હતી. 



YEAR ENDER 2018: એથલેટિક્સમાં સનસની બનીને ઉભરી હિમા દાસ
 


મોદ્રિચે 79મી મિનિટમાં શાનદાર કોર્નર કિક પર સર્જિયો રામોસના ગોલમાં મદદ કરી, જેનાથી રિયલ મેડ્રિડે 3-0ની લીડ મેળવી હતી. સુકાસા શિયોતાનીએ એલ એન તરફથી ગોલ કર્યો, પરંતુ તેના સાથી યાહિદા નાદેરે ઇંઝરી ટાઇમમાં આત્મઘાતી ગોલ કરીને રિયલ મેડ્રિડની 4-1થી જીત નક્કી કરી હતી.