IPL 2018: સ્મિથ-વોર્નરની ગેરહાજરી વચ્ચે હૈદરાબાદ-રાજસ્થાન વચ્ચે જંગ
આઈપીએલની ચોથી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર થવાની છે.
નવી દિલ્હીઃ પ્રથમ બે દિવસના ધમાકેદાર મુકાબલાની સાથે આઈપીએલ સીઝન 11ની શાનદાર શરૂઆત થઈ ગઈ છે. આઈપીએલમાં છ ટીમોના મેચ રમાયા બાદ આજે રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટક્કર થવાની છે.
બંન્ને ટીમો આજે પોતાના જુના કેપ્ટનોની ગેરહાજરીમાં મેદાને ઉતરશે. રાજસ્થાન પોતાના જુના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને હૈદરાબાદ ડેવિડ વોર્નર વગર લીગમાં ઉતરી છે. સ્મિથ અને વોર્નર પર બોલ ટેમ્પરિંગ મામલામાં એક-એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે અને ભારતીય ક્રિેકેટ કંટ્રોલ બોર્ડે પણ તેના પર પ્રતિબંધ લગાવ્યો છે.
આઇપીએલની પ્રથમ મેચ જીતતાં શાહરૂખ સાથે સુહાના પણ ઝુમી ઉઠી, જુઓ Photos
બંન્ને ટીમે આજે આઈપીએલના ચોથા મેચમાં હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રાત્રે 8 કલાકે શરૂ થશે. રાજસ્થાનની ટીમ 2 વર્ષના પ્રતિબંધ બાદ આ લીગમાં વાપસી કરવા માટે તૈયાર છે. જ્યારે હૈદરાબાદની ટીમ વિલિયમસનના નેતૃત્વમાં શાનદાર પ્રદર્શન કરવા માટે મેદાને ઉતરશે. સ્મિથની ગેરહાજરીમાં રાજસ્થાનનું નેતૃત્વ ભારતીય ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણે સંભાળશે. જ્યારે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનના હાથમાં હૈદરાબાદની કમાન છે.
ચેન્નઇ પોલીસે કહ્યું, કોઇને કાળા કપડાં પહેરીને આવવા ન દો...
હૈદરાબાદની ટીમ
બેટિંગમાં હૈદરાબાદને શિખર ધવન અને હેલ્સ પાસેથી વિસ્ફોટક શરૂઆતની આશા હશે. તે સિવાય મનીષ પાંડે અને યૂસુફ પઠાણ મધ્યમક્રમમાં ટીમને મજબૂત કરશે. જ્યારે ભુવનેશ્વર કુમાર અને સંદીપ શર્મા લેગ સ્પિનર રાશિદ ખાન અને ઓલરાઉન્ડર શાકિબ અલ હસનની સાથે બોલિંગની જવાબદારી સંભાળશે.
રાજસ્થાનની ટીમ
બીજી તરફ રાજસ્થાનની ટીમ 20.5 કરોડની મોટી રકમથી ખરીદાયેલા ખેલાડી ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ પર નિર્ભર રહેશે. તે સિવાય બોલિંગમાં જયદેવ ઉનડકટ, જોફરા આર્ચર અને સ્પિનર કે. ગૌથમ પર જવાબદારી હશે. રાજસ્થાને આ વખતે આર્ચરને 7.2 કરોડ અને ગૌતમને 6.2 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. સ્મિથની જગ્યાએ ટીમમાં સામેલ હેનરિક ક્લાસેન પાસેથી પણ ટીમને સારા પ્રદર્શનની આશા છે.