નવી દિલ્હીઃ બે વખતના વિશ્વ વિજેતા કેપ્ટન રિકી પોન્ટિંગે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ટી20 વિશ્વકપ (T20 World Cup 2022) ને લઈને ભવિષ્યવાણી કરી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન પોન્ટિંગે તે બે ટીમોના નામનો ખુલાસો કર્યો છે, જે તેની નજરમાં આ વખતે ટી20 વિશ્વકપની ફાઇનલમાં પહોંચશે. પોન્ટિંગે જણાવ્યું કે ફાઇનલમાં પહોંચનારી બે ટીમોમાંથી કઈ ટીમ ટાઈટલ જીતશે. રિકી પોન્ટિંગે ધ આઈસીસી રિવ્યૂમાં સંજના ગણેશન સાથે ઈન્ટરવ્યૂમાં કહ્યું કે બે ટીમો- ભારત અને ઓસ્ટ્રેલિયા ટી20 વિશ્વકપ 2022ના ફાઇનલમાં પહોંચશે. તેમણે આગળ કહ્યું કે તેમાં ઓસ્ટ્રેલિયા ટાઇટલ ડિફેન્ડ કરવામાં સરળ રહેશે. ઓસ્ટ્રેલિયાએ પાછલા વર્ષે યુએઈમાં રમાયેલ ટી20 વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડને હરાવી ટ્રોફી જીતી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોન્ટિંગે કહ્યુ, 'મને લાગે છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા, ટી20 વિશ્વકપ 2022 ફાઇનલ રમાનારી બે ટીમો હશે અને મારે એટલું કહેવું છે કે ઓસ્ટ્રેલિયાની ટીમ ફાઇનલમાં ભારતને હરાવી દેશે. ડિફેન્ડિંગ ચેમ્પિયનની પાસે ઘરેલૂ પરિસ્થિતિઓ છે અને આ એક એવી વસ્તુ છે, જે પાછલા વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાની જીતને ઉલ્લેખનીય નથી બનાવતી, પરંતુ તેના માટે આ થોડુ સારૂ છે.


આ પણ વાંચોઃ Kargil Vijay Diwas: ભારત વિરુદ્ધ કારગિલમાં યુદ્ધ લડવા પહોંચી ગયો હતો પાકનો પૂર્વ ફાસ્ટ બોલર, જાણો કહાની


ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને કહ્યું- યુએઈમાં જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ પહોંચી તો મારા સહિત ઘણા લોકોએ વિચાર્યું હતું કે ટીમની જીતવાની શક્યતા ઓછી છે. પરંતુ તેણે પોતાનો રસ્તો શોધી કાઢ્યો. મને લાગે છે કે ઓન પેપર્સ ત્રણ ટીમો જે સૌથી વધુ ક્લાસ અને સૌથી વધુ મેચ જીતનારી લાગે છે તે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube