Kargil Vijay Diwas: ભારત વિરુદ્ધ કારગિલમાં યુદ્ધ લડવા પહોંચી ગયો હતો પાકનો પૂર્વ ફાસ્ટ બોલર, જાણો કહાની
Kargil Vijay Diwas 2022: ભારતને કારગિલ યુદ્ધમાં મળેલી જીતના 23 વર્ષ પુરા થઈ ગયા છે. આ યુદ્ધમાં લડવા માટે એક પાકિસ્તાનનો પૂર્વ ફાસ્ટ બોલર પણ તૈયાર થઈ ગયો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતને કારગિલ યુદ્ધમાં મળેલી જીતના આજે (26 જુલાઈ) 23 વર્ષ થઈ ગયા છે. 23 વર્ષ પહેલા ભારતીય સેનાએ 60 દિવસથી વધુ ચાલેલા યુદ્ધમાં પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો. આ જંગની અસર ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ પર પણ પડી હતી અને સંબંધોમાં ખટાસ આવી ગઈ હતી. પરંતુ શું તમે જાણો છો તે પાકિસ્તાન ક્રિકેટર વિશે જે કારગિલની લડાઈમાં ભારત પર હુમલો કરવાનો હતો. આવો તમને તે ખેલાડી વિશે માહિતી આપીએ.
આ પાકિસ્તાની ખેલાડી યુદ્ધ લડવા પહોંચ્યો હતો
કારગિલનું યુદ્ધ વર્ષ 1999માં મેથી જુલાઈ વચ્ચે થયું હતું. જેમાં ભારતે 26 જુલાઈએ પોતાના વિજયનો શંખનાદ કર્યો હતો. આ જંગ પર ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓએ ખુબ નિવેદન આપ્યા હતા. તેમાં પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું નામ સામેલ છે. તેણે આશરે બે વર્ષ પહેલા જ ખુલાસો કર્યો હતો કે તે બે વખત ભારત વિરુદ્ધ કારગિલ યુદ્ધ લડવા ગયો હતો પરંતુ તેને તક આપવામાં આવી નહીં.
"Had turned down a heavy county cricket contract to fight Kargil War." Just make him the PM already! pic.twitter.com/zaAgQqhRu3
— Naila Inayat (@nailainayat) August 6, 2020
ન્યૂઝ ચેનલ પર કર્યો હતો ખુલાસો
શોએબ અખ્તરે પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ ARY News સાથે વાતચીતમાં કહ્યું હતું, 'ખુબ ઓછા લોકોને ખ્યાલ છે કે તે જમાનામાં નોટિંઘમ કાઉન્ટી ક્લબ સાથે મારો 1 કરોડ 16 લાખ રૂપિયાનો કરાર થયો હતો, પરંતુ કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન તરફથી લડવા મેં ઓફર ઠુકરાવી દીધી હતી. હું લાહોરમાં પહોંચી ગયો હતો. જનરલ મારી પાસે આવ્યા અને કહ્યું કે તું અહીં શું કરી રહ્યો છે. મેં કહ્યું કે યુદ્ધ શરૂ થવાનું છે. મરીશું તો સાથે મરીશું. બધાને જોઈ લેશું. હું બે વખત લડવા માટે ગયો હતો.'
કાશ્મીરમાં એક મિત્રને કર્યો ફોન
શોએબ અખ્તરે તે પણ ખુલાસો કર્યો કે તેણે કાશ્મીરમાં તેના એક મિત્રને ફોન કરી યુદ્ધ લડવા માટે તૈયાર રહેવાનું કહ્યું હતું. તેણે કહ્યું- મેં કાશ્મીરના મિત્રને પણ ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હથિયાર તૈયાર રાખે, હું આવી ગયો છું. મારી પત્નીએ હાથ જોડીને કહ્યું હતું કે રહેવા દો. પછી ભારતનો હુમલો થયો અને ખુબ નુકસાન થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે