IPL 2019: રિષભ પંત આજના સમયનો વીરેન્દ્ર સેહવાગ છેઃ સંજય માંજરેકર
માંજરેકર પ્રમાણે પંતની સાથે અલગ વર્તન થવું જોઈએ અને તેના સ્વાભાવિક રમત માટે પ્રોત્સાહિત કરવો જોઈએ. માંજરેકરે પોતાના ટ્વીટમાં પંતને આજનો વીરેન્દ્ર સેહવાગ કહ્યો છે.
નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટ્રેટર સંજય માંજરેકરે કહ્યું કે, રિષભ પંત આજની તારીખનો વીરેન્દ્ર સેહવાગ છે. માંજરેકર પ્રમાણે પંતની સાથે જુદુ વર્તન થવું જોઈએ અને તેને સ્વાભાવિક રમત માટે પ્રોત્સાહિત કરવો જોઈએ.
માંજરેકરે પોતાના ટ્વીટમાં કહ્યું, 'પંત આજના સમયનો વીરુ છે. આ બેટ્સમેન સાથે અલગ વર્તન થવું જોઈએ. તે જેવો છે, તેને તેવો રહેવા દેવો જોઈએ. તમે તેને ટીમમાં પસંદ કરો કે ન કરો, તેની રમતમાં ફેરફાર નહીં આવે.'
IPL ક્વોલિફાયર-2, CSK vs DC: ફાઇનલમાં જગ્યા બનાવવા માટે અનુભવ અને યુવા જોશની ટક્કર
પરંતુ પંતને વિશ્વ કપ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી કારણ કે પસંદગીકારોએ પંતની જગ્યાએ અનુભવી દિનેશ કાર્તિકને ટીમના બીજા વિકેટકીપર તરીકે તક આપી છે. બીસીસીઆઈના પસંદગી પ્રમુખ એમએસકે પ્રસાદે ટીમ પસંદગી બાદ કહ્યું હતું કે, પંત અસાધારણ પ્રતિભા છે અને તેની પાસે હજુ સમય છે પરંતુ આ વખતે ટીમમાં પસંદગી ન થવી દુર્ભાગ્યપૂર્ણ છે.