Cricketer Rishabh Pant Car Accident: ભારતીય ક્રિકેટર ઋષભ પંત શુક્રવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો. દિલ્હી-દેહરાદૂન હાઈવે પર તેમની કાર કાબૂ બહાર ગઈ અને ડિવાઈડર સાથે અથડાઈ અને બીજી લેનમાં પડી હતી. મર્સિડીઝની ટક્કર એટલી જોરદાર હતી કે કાર થોડી જ વારમાં આગનો ગોળો બની ગઈ હતી. સદ્ભાગ્યે, ઋષભ પંત કારમાંથી કાચ તોડીને બહાર નીકળ્યો અને રસ્તાની બાજુએ સૂઈ ગયો હતો. શરીર પર ગંભીર ઈજાઓ પહોચી છે.  આજે ઋષભ પંત મોતના મુખમાંથી બચીને બહાર આવ્યો છે. આ દરમિયાન કેટલાક ટ્રક ચાલકો તેને ઓળખી ગયા હતા. આ અકસ્માત પછીના બે વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.જેમાં ઋષભ પંત લોહી લુહાણ હાલતમાં જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલો વીડિયો હાઈવે પરથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ બનાવ્યો હતો. કારને આગનો ગોળો બનતી જોઈને આ વ્યક્તિ વીડિયો બનાવતા તેની તરફ દોડયો હતો. વીડિયો બનાવનાર વ્યક્તિ રસ્તાના બીજા છેડે એક વ્યક્તિને ગંભીર હાલતમાં જુએ છે. ત્યારે એક ટ્રક ડ્રાઈવર કહે, અરે આ તો ભારતીય ખેલાડી રિષભ પંત છે. બીજા વીડિયોમાં ઋષભ પંત ડ્રાઈવરોની મદદથી ઉભા છે. તેના માથામાંથી લોહી ટપકતું જોવા મળે છે.


આ પણ વાંચો : 


રશ્મિકા મંદાના ફરી વિવાદોમાં સપડાઇ, ઈન્ટરવ્યૂમાં ન બોલવાનું હતું એ બોલી ગઈ


SIM Card Rule 2023: 1 જાન્યુઆરીથી લાખો સિમકાર્ડ થઈ જશે રદ, સરકારે નિયમો બદલ્યા


Cholesterol: આ 4 ચીજવસ્તુઓ ખાવાથી શરીરમાં વધી જશે કોલેસ્ટ્રોલ, સાચવજો નહીં તો...