નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના યુવા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત ઓસ્ટ્રેલિયામાં ભારતની રેકોર્ડ જીતનો જશ્ન મનાવી રહ્યો છે. ભારતે આ પહેલા 11 વખત ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો, પરંતુ ક્યારેય ટેસ્ટ સિરીઝ જીતી શક્યો નહતો. વિરાટની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ 71 વર્ષના લાંબા ઇંતજારને 12મા પ્રવાસમાં પૂરો કરી દીધો છે. સિરીઝના અંતિમ ટેસ્ટમાં રિષભ પંતે અણનમ 159 રન ફટકાર્યા હતા. પરંતુ આ મેચ ડ્રો રહ્યો, પરંતુ પંતે જણાવી દીધું કે, વિકેટકીપિંગની સાથે-સાથે તેની બેટિંગમાં પણ દમ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે ટેસ્ટ સિરીઝ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની વનડે સિરીઝ રમવાની છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે મેચોની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. વનડે ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીની એન્ટ્રી થઈ છે અને રિષભ પંતને આરામ આપવામાં આવ્યો છે. આ વર્ષે ભારતે આઈસીસી વર્લ્ડ કપ પણ રમવાનો છે. 


વર્લ્ડ કપ 2019મા ટીમમાં રિષભ પંતની જગ્યાને લઈને મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે નિવેદન આપ્યું છે. ઈન્ડિયા ટૂડેને આપેલા એક ઈન્ટરવ્યૂમાં પ્રસાદે કહ્યું, ભલે વનડે ટીમમાંથી પંતને બહાર કરી દેવામાં આવ્યો છે, પરંતુ 2019ના વર્લ્ડ કપ માટે તેના પર નજર રાખવામાં આવી રહી છે. 


એમએસકે પ્રસાદે કહ્યું, તેમાં કોઈ શંકા નથી કે વર્લ્ડ કપ માટે સામેલ વિકેટકીપરોમાં તે એક છે. જે ત્રણ વિકેટકીપરોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, તે બધા સારૂ કરી રહ્યાં છે. પંતે અમારા વિશ્વકપના પ્લાનમાં સામેલ છે. તેને વર્કલોડ ઓછો કરવા માટે આરામ આપવામાં આવ્યો છે. 


એમએસકે પ્રસાદે કહ્યું કે, વનડે ટીમમાં રિષભ પંતને સામેલ ન કરવો માત્ર વર્કલોડ મેનેજમેન્ટનો ભાગ છે. તેણે કહ્યું, તમે જોઈ રહ્યાં છો કે, આ દિવસોમાં ઘણા ખેલાડી આરામ કરી રહ્યાં છે. પંતે પહેલા ટી20 અને પછી 4 ટેસ્ટ રમી છે. તમારૂ શરીર આરામ ઈચ્છે છે. મને આશા છે કે, તે વધુ મજબૂત થઈને વાપસી કરશે. 


પ્રસાદે કહ્યું, તે એકમાત્ર વિકેટકીપર છે, જેણે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારી છે. અમે તેને કેટલોક ટાર્ગેટ આપ્યો છે. અમે તેને કેટલાક મેચો માટે સેટ કર્યો છે. સિડની ટેસ્ટ તેના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ હતો.