મેલબોર્નઃ હાલ ઓસ્ટ્રેલિયન ઓપનમાં સ્ટીફેનો સ્ટીપાસ ચર્ચામાં છે. ગ્રીસ (યૂનાન)ના આ 20 વર્ષના ટેનિસ ખેલાડીએ દિગ્ગજ રોજર ફેડરરને વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમમાંથી બહાર કરી ટેનિસ જગતમાં સનસની ફેલાવી દીધી છે. સ્ટીપાસે રવિવારે પોતાનાથી 17 વર્ષ સીનિયર ફેડરરને 6-7 (11-13), 7-6 (7/3), 7-5, 7-6 (7/5)થી હરાવીને મોટો અપસેટ સર્જી દીધો હતો. ત્રણ કલાક 45 મિનિટ સુધી ચાલેલા મેચમાં યુનાનીના યુવકે ફેડરર પર સતત દબાવ બનાવી રાખ્યો અને 21મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવા તરફ આગળ વધી રહેલા સ્ટિવ સ્ટારની સફર પૂરી કરી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે 14મો ક્રમાંક ધરાવતા સ્ટીપાસ કોઈપણ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર પ્રથમ યૂનાની ખેલાડી બની ગયો છે. હવે તે અંતિમ આઠમાં સ્પેનના 22મા ક્રમાંકિત રોબર્ટો બાતિસ્તા આગુટ સામે ટકરાશે. જેણે છઠ્ઠો ક્રમ ધરાવતા મારિન સિલિચને લગભગ ચાર કલાક ચાલેલી મેચમાં 6-7 (6/8), 6-3, 6-2, 4-6, 6-4થી પરાજય આપ્યો હતો. 


સ્ટીપાસને રમત વારસામાં મળી છે. મહત્વનું વાત તે છે કે તેના નાના સર્ગેઈ સાલનિકોવ પણ પોતાના જમાનામાં મેલબોર્નમાં કમાલ કરી ચુક્યા છે. તેઓ સાલનિકોવ તે સોવિયત ફુટબોલ ટીમના ખેલાડી રહ્યાં, જેણે 1956ના મેલબોર્ન ઓલંમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય સ્ટીપાસના માતા જુલિયા સાલનિકોવા રૂસના ટેનિસ ખેલાડી રહ્યાં છે. જ્યારે સ્ટીપાસના પિતા અપોસ્ટોલો સ્ટીપાસના ટેનિસ કોચ છે. 



ICC ટ્વીટર હેન્ડલના કવર પેજ પર ધોની, ફેન્સ થયા ખુશ
 


મજેદાર FACTS-


- રોજર ફેડરર જ્યારે 17 વર્ષ 1 મહિનો અને 21 દિવસનો હતો, ત્યારે તેણે પોતાનો પ્રથમ એટીપી મેચ (29 સપ્ટેમ્બર 1998) જીત્યો હતો. તે સમયે સ્ટીપાસ માત્ર 1 મહિનો 17 દિવસનો હતો. 


- 20 વર્ષનો સ્ટીપાસ ટોપ-20માં રહેલા કેવિન એન્ડરસન અને કોમિનિક થીમને અત્યાર સુધી 2-2 વાર હરાવી ચુક્યો છે. આ સિવાય તે ટોપ-20મા સામેલ નોવાક જોકોવિચ, એલેક્જેન્ડર જ્વેરેવ, ડેવિડ ગોફિન, પાબ્લો કાર્રેનો બુસ્કા, ફૈબિયો ફોગનિની, ડિએગો સેબસ્ટિયન શ્માર્ટજમૈન અને રોજર ફેડરરને એક એક વાર હરાવી ચુક્યો છે.