મિયામીઃ સ્વિટ્ઝર્લેન્ડના ટેનિસ ખેલાડી રોજર ફેડરર અહીં પોતાના કરિયરમાં ચોથીવાર મિયામી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. 20 વખતના ગ્રાન્ડસ્લેમ વિજેતા ફેડરરે ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન અમેરિકાના જોન ઇશ્નરને સીધા સેટોમાં 6-1, 6-4થી કારમો પરાજય આપ્યો હતો. બીસીસી અનુસાર, 37 વર્ષીય ફેડરરનું આ 28મું માસ્ટર્સ ટાઇટલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તે પોતાના શાનદાર કરિયરમાં અત્યાર સુધી કુલ 101 ટાઇટલ જીતી ચુક્યો છે. ચોથી સીડ ફેડરરે મુકાબલાની દમદાર શરૂઆત કરી અને પ્રથમ સેટમાં અમેરિકી ખેલાડીને વાપસી કરવાની તક ન આપી. તેણે પ્રથમ ગેમમાં જ ઇશ્નરની સર્વિસ બ્રેક કરી અને 24 મિનિટમાં સેટ પોતાના નામે કરી લીધો હતો. 



IPL-12: રહાણેએ CSK સામે ગુમાવ્યો મેચ, હવે ભરવો પડશે દંડ


બીજા સેટમાં અમેરિકી ખેલાડી સારૂ રમ્યો, પરંતુ તેની પાસે ફેડરરના દમદાર ગ્રાઉન્ડસ્ટ્રોક્સનો કોઈ જવાબ નહતો. સ્વિસ ખેલાડીએ મેચમાં કુલ 17 વિનર્સ ફટકાર્યા જેમાં છ બેકહેન્ડ સામેલ છે. ફેડરર મેચ માત્ર 1 કલાક અને 3 મિનિટમાં પોતાના નામે કરી લીધી હતી. તેણે કહ્યું, 'મારા માટે આ સપ્તાહ શાનદાર રહ્યું છે.' હું ખુબ ખુશ છું, આ અવિશ્વસનીય છે. હું અહીં પ્રથમવાર 1999માં રમ્યો હતો અને 2019માં પણ હું અહીં છું. આ મારા માટે ખુબ મહત્વનું છે.