IPL-12: રહાણેએ CSK સામે ગુમાવ્યો મેચ, હવે ભરવો પડશે દંડ
રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ આઠ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિઝનમાં ટીમની સતત ત્રીજી હાર છે.
Trending Photos
ચેન્નઈઃ રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન અંજ્કિય રહાણે પર ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વિરુદ્ધ આઈપીએલ મેચ દરમિયાન ધીમી ઓવર ગતિ માટે 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આઈપીએલના સત્તાવાર નિવેદન અનુસાર, 'ઓવર ગતિ અપરાધ સાથે જોડાયેલી આઈપીએલની આચાર સંહિતા અંતર્ગત હાલની સિઝનમાં આ તેની ટીમનો પ્રથમ ગુનો છે, તેથી રહાણે પર 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.'
રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રવિવારે રાત્રે આઠ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, જે ટીમની સતત ત્રીજી હાર છે. ટીમ પોતાનો આગામી મેચ મંગળવારે જયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વિરુદ્ધ રમશે.
આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા પર શનિવારે કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ રમાયેલા ઈન્ડિયન પ્રીમિયર લીગના મુકાબલામાં સ્લો ઓવર રેડને કારણે દંડ ફટકારવામાં આવ્યો હતો.
આઈપીએલની આચાર સંહિતા મુજબ આ સિઝન શર્માની ટીમનો આ પ્રથમ ગુનો હતો, જેથી તેના પર 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાહુલના અણનમ 71 રનની મદદથી પંજાબે આ મેચમાં મુંબઈને 8 વિકેટથી પરાજય આપ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે