ઓસ્ટ્રેલિયન ઓપનઃ નોવાક જોકોવિચ, રોજર ફેડરર એક હાફમાં
સ્વિત્ઝર્લેન્ડના રોજર ફેડરર અને ડિફેન્ડિંગ ચેમ્પિયન, પૂર્વ વર્લ્ડ નંબર-1 નોવાક જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઇનલમાં ટકરાઇ શકે છે. વર્ષના પહેલા ગ્રાન્ડસ્લેમનો ડ્રો શુક્રવારે જાહેર કરવામાં આવ્યો હતો.
મેલબોર્નઃ સ્વિત્ઝર્લેન્ડના રોજર ફેડરર અને ડિફેન્ડિંગ ચેમ્પિયન, પૂર્વ વર્લ્ડ નંબર-1 નોવાક જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઇનલમાં ટકરાઇ શકે છે. વર્ષના પહેલા ગ્રાન્ડસ્લેમનો ડ્રો શુક્રવારે જાહેર કરવામાં આવ્યો હતો. આ બંન્ને ખેલાડીઓને એક જ હાફમાં રાખવામાં આવ્યા છે. તો વર્લ્ડ નંબર-1 રાફેલ નડાલ માટે ઓસ્ટ્રેલિયાના જ નિક કિર્જિયોસ, ડોમિનિક થીમ, રૂસના ડેનિલ મેદવેદેવ ખતરો બની શકે છે. આ તમામ ખેલાડી એક હાફમાં છે.
ફેડરર પ્રથમ રાઉન્ડમાં અમેરિકાના સ્ટીવ જોનસનનો સામનો કરશે અને બીજા રાઉન્ડમાં સર્બિયાના ફિલિપ ક્રાજિનોવિક સામે તેનો સામનો થઈ શકે છે. તો નડાલ પ્રથમ રાઉન્ડની મેચમાં બોલીવિયાના હ્યૂગો ડેનિલનો સામનો કરશે. બીજા રાઉન્ડમાં બ્રાઝિલના જો વિલફ્રાઇડ સોન્ગા તેની સામે આવી શકે છે. જો સીડ પ્રમાણે બધુ ચાલ્યું તો થીમ અને મેદવેદેવ ક્વાર્ટર ફાઇનલ અને સેમિફાઇનલમાં નડાલની સામે આવી શકે છે. આ હાફમાં સ્વિત્ઝર્લેન્ડના સ્ટાન વાવરિંકા અને જર્મનીના એલેક્ઝેન્ડર જ્વેરેવને પણ નજરઅંદાજ ન કરી શકાય.
જોકોવિચે પ્રથમ રાઉન્ડમાં જર્મનીના લેનાર્ડ સ્ટ્રફનો સામનો કરવો પડશે. સેમિફાઇનલમાં ફેડરરની સામે રમાનારી સંભવિત મેચ પહેલા જોકોવિચે ક્વાર્ટર ફાઇનલમાં ગ્રીકના યુવા ખેલાડી સ્ટીફાનોસ સિતસિપાસનો સામનો કરવો પડશે. તો મહિલા સિંગલ વર્ગના ડ્રોની વાત કરીએ તો સેરેના વિલિયમ્સ રૂસની 18 વર્ષની અનાસ્તાસિયા પોટાપોવાની સામે ઉતરશે.
કેએલ રાહુલે વનડે ક્રિકેટમાં પૂરા કર્યાં 1000 રન, MS Dhoniને છોડ્યો પાછળ
સેરેના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પૂર્વ વિજેતા ચેક ગણરાજ્યની કેરોલિના વોજ્નિયાકી સામે ટકરાઈ શકે છે. વોજ્નિયાકી પહેલા જ જાહેરાત કરી છે કે આ ગ્રાન્ડસ્લેમ તેનું અંતિમ હશે. ત્યારબાદ તે નિવૃતી લઈ લેશે. તો ક્વાર્ટર ફાઇનલમાં સેરેનાનો સામનો જાપાનની નાઓમી ઓસાકા, અમેરિકાની યુવા કોરી ગોફ અને સ્લોને સ્ટીફન્સની સામે થઈ શકે છે. વર્લ્ડ નંબર-1 મહિલા ટેનિસ ખેલાડી ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટીએ પ્રથમ રાઉન્ડમાં યૂક્રેનની લેસિયા સુરેન્કોનો સામનો કરવાનો છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube