કેએલ રાહુલે વનડે ક્રિકેટમાં પૂરા કર્યાં 1000 રન, MS Dhoniને છોડ્યો પાછળ

કેએલ રાહુલ ભારતીય ટીમ માટે સૌથી ઝડપી 1000 રન પૂરા કરનાર ચોથો બેટ્સમેન બની ગયો છે. રાહુલે 27 ઈનિંગમાં આ કમાલ કર્યો છે. 
 

કેએલ રાહુલે વનડે ક્રિકેટમાં પૂરા કર્યાં 1000 રન, MS Dhoniને છોડ્યો પાછળ

નવી દિલ્હીઃ  KL Rahul ODI Career: ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રાજકોટના મેદાન પર બીજી વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં શાનદાર ઈનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન લોકેશ રાહુલે વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના માટે એક માઇલસ્ટોન પૂરો કર્યો હતો. રાહુલે ભારતીય ટીમ માટે વનડે ક્રિકેટમાં 1000 રન પૂરા કરી લીધા છે. 

જમણા હાથના બેટ્સમેન રાહુલ ઓસ્ટ્રેલિયા સામે બીજી વનડેમાં 64મો રન બનાવ્યો તો વનડે ક્રિકેટમાં તેના રનોની સંખ્યા 1000 થઈ ગઈ હતી. આ વ્યક્તિગત સિદ્ધિ હાસિલ કરનાર રાહુલનું ટીમના સાથી ખેલાડીઓએ તાળી વગાડીને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રાહુલ 52 બોલમાં 80 રન બનાવી આઉટ થયો હતો. આ ઈનિંગમાં તેણે 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. અંતિમ ઓવરોમાં તેણે સ્ટાર્ક અને કમિન્સને નિશાન બનાવ્યા હતા. 

રાહુલે ધોનીને છોડ્યો પાછળ
કેએલ રાહુલ ભારતીય ટીમ માટે સૌથી ઝડપી 1000 રન પૂરા કરનાર ચોથો બેટ્સમેન બની ગયો છે. રાહુલે 27 ઈનિંગમાં આ કમાલ કર્યો છે. તેની પહેલા વિરાટ અને શિખર ધવને 24-24 ઈનિંગમાં અને નવજોત સિંહ સિદ્ધૂ 25 ઈનિંગમાં 1000 રન બનાવી ચુક્યા છે. તો એમએસ ધોની અને અંબાતી રાયડૂએ 29-29 ઈનિંગમાં એક હજાર રન પૂરા કર્યાં હતા. 

ઓપનર તરીકે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરનાર રાહુલે પોતાની પર્દાપણ મેચમાં સદી ફટકારી હતી. ત્યારબાદથી તે ટોપ ઓર્ડરમાં રમતો રહ્યો છે. પરંતુ હવે શિખર અને રોહિત ભેગા થતાં તેણે નિચલા ક્રમમાં બેટિંગ કરવી પડે છે. આજે તે 5માં ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો જ્યારે મુંબઈ વનડેમાં તેણે ત્રીજા ક્રમે બેટિંગ કરી હતી. 

24 ઇનિંગ્સ - વિરાટ કોહલી

24 ઇનિંગ્સ - શિખર ધવન

25 ઇનિંગ્સ - નવજોત સિંહ સિદ્ધુ

27 ઇનિંગ્સ - કેએલ રાહુલ

29 ઇનિંગ્સ - એમએસ ધોની

29 ઇનિંગ્સ - અંબાતી રાયડુ

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news