દુબઈઃ સ્વિસ સ્ટાર રોજર ફેડરરના ફેન્સ માટે સારા સમાચાર છે. હાલમાં ટેનિસની દુનિયામાં બીજા નંબરે રહેલા ફેડરરને આઈસીસી (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ)એ પ્રશંસા કરી છે અને ટેનિસમાં તેના ક્રિકેટવાળા શોટ પર પોતાની શાનદાર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ફેડરરે સીધા સેટમાં જીત મેળવીને વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટમાં 16 વખત ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. આઠ વખતના ચેમ્પિયન ફેડરરે ફ્રાન્સના એડ્રિયમ માનારિનોને એક કલાક 45 મિનિટ ચાલેલા મેચમાં 6-0, 7-5, 6-4થી હરાવ્યો. 




આ દરમિયાન ફેડરરે ક્રિકેટની ટેકનિકનો ઉપયોગ કર્યો. ત્યારબાદ વિમ્બલ્ડન પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરતા આઈસીસીને પૂછ્યું કે ફેડરરના ફોરવર્ડ ડિફેન્સને શું રેટિંગ આપશો? 


આઈસીસીએ પણ પોતાનો જવાબ સંભળાવવામાં મોડું ન કર્યું અને થોડી કલાકોમાં એવી પોસ્ટ કરી કે ફેડરરના પ્રશંસકો આનંદીત થઈ ગયા. આઈસીસીએ ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગ જારી કર્યું અને ફેડરરને નંબર વન ટેસ્ટ રેન્કિંગનો દરજ્જો આપી દીધો. 



આટલું જ નહીં, ટ્વીટર પર આઈસીસીએ ક્રિકેટ અને ટેનિસના બે મહાન ખેલાડીઓને સ્પાઇડરમેનના પોશાકમાં ચિત્ર જારી કરી તે કહેતા જોડ્યા કે- જ્યારે મહાનતાને મહાનતા ઓળખી લે.