પુણેઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) એકવાર ફરી ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં મોટો સ્કોર કરવાનું ચુકી ગયો. તે સારી બેટિંગકરી રહ્યો હતો અને 37 બોલનો સામનો કરતા 6 ચોગ્ગાની મદદથી 37 રન બનાવી ચુક્યો હતો પરંતુ આદિલ રાશિદની ઓવરમાં બોલ્ડ થઈ ગયો હતો. તો શિખર ધવન પણ રાશિદનો શિકાર બન્યો હતો ધવને 56 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 67 રન બનાવ્યા હતા. તો બન્ને બેટ્સમેનો વચ્ચે ભાગીદારીમાં 5000 રન પણ પૂરા થઈ ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધવન તથા રોહિતે બનાવ્યો રેકોર્ડ, પાછળ છૂટી ગયા હેડન-ગિલક્રિસ્ટ
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાને ઓપનરોએ સારી શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે 103 રનની ભાગીદારી કરી. વનડે ક્રિકેટમાં આ 17મી વખત છે જ્યારે રોહિત ધવનની જોડીએ 100થી વધુની ભાગીદારી કરી છે. આ બન્ને બેટ્સમેનોએ એડમ ગિલક્રિસ્ટ અને મેથ્યૂ હેડનને પાછળ છોડી દીધા જેણે વનડેમાં ઓપનિંગ કરતા 16 વખત 100થી વધુની ભાગીદારી કરી હતી. હવે રોહિત અને ધવન આ મામલે બીજા સ્થાને આવી ગયા છે. તો વનડેમાં ઓપનર તરીકે 100થી વધુની ભાગીદારીનો રેકોર્ડ સચિન અને ગાંગુલીના નામે છે. આ બન્નેએ 21 વખત સદીની ભાગીદારી કરી છે. 


આ પણ વાંચોઃ Ben Stokes વિશે થયો ચોંકાવનારો ખુલાસો, મેદાનમાં ઉતરતા પહેલા કરે છે આ કામ


વનડેમાં ઓપનર તરીકે સૌથી વધુ સદીની ભાગીદારી કરનાર બેટ્સમેન


21- સચિન તથા ગાંગુલી


17- રોહિત તથા ધવન


16- ગિલક્રિસ્ટ તથા હેડન


15- ગ્રિનિજ તથા હેન્સ


વનડેમાં સૌથી વધુ 100થી વધુની ભાગીદારી કરનાર બેટ્સમેન


26 સચિન-ગાંગુલી


20 દિલશાન - સાંગાકારા


18 રોહિત - કોહલી


17 રોહિત-ધવન


રોહિત ધવને 5000થી વધુ રનની ભાગીદારી કરી
રોહિત શર્મા અને શિખર ધવને વનડેમાં  ભાગીદારીમાં પાંચ હજાર રન પણ પૂરા કર્યા છે. આ મામલે પણ ગાંગુલી અને સચિનની જોડી પ્રથમ સ્થાને છે. આ બન્ને વચ્ચે 8227 રનની ભાગીદારી થઈ છે. ત્યારબાદ સાંગાકારા અને જયવર્ધને વચ્ચે 5992 રન છે. તો દિલશાન અને સાંગાકારા વચ્ચે 5475 રન છે. જયસૂર્યા અને અટ્ટાપટ્ટુ વચ્ચે 5462 રન છે. ગિલક્રિસ્ટ અને હેડન વચ્ચે 5409 રન છે. ગ્રિનિજ અને હેન્સ વચ્ચે 5206 રન છે. તો રોહિત અને ધવન વચ્ચે 5004 રન થઈ ગયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube