Rohit Sharma PC Before IND vs AUS World Cup Final : ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે વિશ્વકપ 2023ની ફાઈનલ પહેલા ગઈકાલે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા. જોકે, આ વચ્ચે કંઈક એવુ થતું હતું કે, રોહિત શર્મા ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેપ્ટન અચાનક જ ગુસ્સે થઈ ગયો. હાલ રોહિત શર્માનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પરંતુ રોહિત શર્માને ગુસ્સો કેમ આવ્યો તે જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રેસ કોન્ફરન્સમાં શું થયું હતું 
જ્યારે રોહિત પ્રેસ કોન્ફરન્સમાં પોતાનો વિચાર રજૂ કરી રહ્યો હતો. ત્યારે કોઈનાં ફોનની રીંગ વાગી હતી.  જેને લઈ કેપ્ટને તરત જ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, ફોન સ્વીચ ઓફ રાખ, યાર? આટલું કહીને રોહિત થોડીવાર માટે બોલતા બોલતા રોકાઈ ગયા હતા. પરંતું ત્યારે બાદ ફરી બોલવા લાગ્યો. 


સાત જન્મનું પુણ્ય આપતા ગિરનારની લીલી પરિક્રમા આ દિવસથી શરૂ થશે


ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે અમને તેના પ્રભાવી થવાથી કોઈ સમસ્યા નથી. તેણે પોતાની છેલ્લી આઠ મેચ જીતી છે. આ સારો મુકાબલો હશે અને બંને ટીમોમાં રમવાની ક્ષમતા છે. હિટમેને કહ્યું કે આ મારી સૌથી મોટી મૂમેન્ટ છે. હું 50 ઓવરો વિશ્વકપ જોતા મોટો થયો છું. અમારે તે વાત પર ધ્યાન આપવાનું છે કે શું જરૂરી છે. અમે પ્રથમ મેચથી એક વસ્તુને યથાવત રાખી છે અને તે છે શાંતિ. એક ભારતીય ક્રિકેટર હોવાને નાતે તમારે દબાવ સહન કરવો પડે છે અને તે સ્થિત છે. એક એલીટ ખેલાડીના રૂપમાં તમારે આલોચનાઓ, દબાવ અને પ્રશંસાનો સામનો કરવો પડે છે. 


આજે ભૂલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ન નીકળતા, વર્લ્ડકપને કારણે ટ્રાફિકમાં ફસાશો


પ્લેઇંગ 11 પર આપી માહિતી
ભારતીય કેપ્ટને ફાઈનલ મુકાબલાની પ્લેઈંગ ઈલેવનને લઈને વાત કરતા કહ્યું કે દરેક 15 ખેલાડીઓ પાસે રમવાની તક છે. અમે આજે અને કાલે પિચ અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરીશું, 12-13 લોકો તૈયાર છે, પરંતુ પ્લેઈંગ ઈલેવન સેટ નથી અને હું ઈચ્છુ છું કે બધા 15 ખેલાડીઓ મેચ માટે તૈયાર રહે.


સ્લો હશે પિચ
ભારતીય કેપ્ટને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચને લઈને કહ્યું કે ભારત-પાક મુકાબલામાં ઘાસ નહોતી, પરંતુ આ વખતે થોડુ ઘાસ છે. મેં આજે પિચ જોઈ નથી, પરંતુ તે સ્લો હશે. અમે કાલે પિચ જોઈશું અને પછી પરિસ્થિતિઓ સુધી પહોંચીશું. ખેલાડીઓને આ વિશે ખબર છે. પરિસ્થિતિઓ બદલી છે. તાપમાન ઘટ્યું છે. 


વર્લ્ડકપમાં અફવાઓથી દૂર રહેજો, ફેક મેસજ કરવા પર પોલીસ લેશે આ એક્શન