નવી દિલ્હીઃ રોહિત શર્માએ(Rohit Sharma) ટેસ્ટ ક્રિકેટમાં(Test Cricket) ગજબનું પુનરાગમન કર્યું છે. તેણે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચની બંને ઈનિંગ્સમાં સદી(Century) ફટકારી છે. આ સાથે જ તે એ પસંદગીના ખેલાડીઓની 'એલીટ ક્લબ'માં(Elit Club) સામેલ થઈ ગયો છે, જેમણે ટેસ્ટ મેચની બંને ઈનિંગ્સમાં સદી ફટકારી હોય. રોહિત શર્મા આમ કરનારો માત્ર છઠ્ઠો ભારતીય ક્રિકેટર છે. રોહિત ગયા વર્ષના ડિસેમ્બર પછી પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી વિશાખાપટ્ટનમમાં ત્રણ મેચની સીરીઝની પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે. ભારતે પ્રથમ ઈનિંગ્સમાં 502 રન બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો. પ્રથમ ઈનિંગ્સમાં મયંક અગ્રવાલે બેવડી સદી ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. રોહિતે પણ પ્રથમ ઈનિંગ્સમાં 176 રન બનાવ્યા હતા. 


IND vs SA: ચોથા દિવસે ભારતે દક્ષિણ આફ્રિકાને આપ્યું 395 રનનું વિશાળ લક્ષ્ય


રોહિતે પ્રથમ ઈનિંગ્સ પછી બીજી ઈનિંગ્સમાં પણ સદી ફટકારીને પોતાના નામે એક નવો રેકોર્ડ સામેલ કર્યો છે. ભારતે બીજી ઈનિંગ્સમાં ઝડપી રન બનાવવાના હતા. આથી, રોહિતે માત્ર 133 બોલમાં સદી ફટકારી દીધી હતી. તે 149 બોલમાં 127 રન બનાવીને આઉટ થયો હતો. રોહિતે આટલી ઝડપી બેટિંગના કારણે પોતાની બીજી ઈનિંગ્સમાં 53મી ઓવરમાં જ 200 રનનો આંકડો પાર કરી લીધો હતો. રોહિત શર્મા ટેસ્ટ મેચની બંને ઈનિંગ્સમાં સદી ફટકારનારો છઠ્ઠો ભારતીય ક્રિકેટર બન્યો છે. 


સૌથી ઓછી મેચોમાં 200 ટેસ્ટ વિકેટ ઝડપનાર ડાબા હાથનો બોલર બન્યો જાડેજા


એક મેચમાં બે સદી ફટકારનારા ભારતીય ક્રિકેટર


  • વિજય હજારે (Vijay Hazare)

  • સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar)

  • રાહુલ દ્રવિડ (Rahul Dravid)

  • અજિંક્ય રહાણે (Ajinkya Rahane)

  • વિરાટ કોહલી (Virat Kohli)

  • રોહિત શર્મા (Rohit Sharma) 


વિજય હજારે એક મેચમાં બે સદી ફટકારનારા પ્રથમ ભારતીય બેટ્સમેન હતા. સુનીલ ગાવસ્કરે ત્રણ વખત આ સિદ્ધિ મેળવી છે. ભારતીય ક્રિકેટમાં ટેસ્ટ મેચમાં 'ધ વોલ' તરીકે ઓળખાતો રાહુલ દ્રવિડ બે વખત એક મેચની બંને ઈનિંગ્સમાં સદી ફટકારી ચૂક્યો છે. 


ક્રિકેટઃ ટી20 પછી આવી રહ્યું છે 100 બોલ ફોર્મેટ, બદલાઈ જશે સંપૂર્ણ ખેલ, જાણો 10 નિયમ


ગજબનો સંયોગ
રોહિત શર્મા માટે આ બંને ઈનિંગ્સમાં બીજો એક ગજબનો સંયોગ જોવા મળ્યો. તે બંને ઈનિંગ્સમાં સ્ટમ્પ આઉટ થયો છે. તેને આઉટ કરનારો બોલર પણ એક જ રહ્યો છે. વિકેટ કીપર ક્વિન્ટન ડીકોકે જ તેને બંને ઈનિંગ્સમાં કેશવ મહારાજની બોલિંગમાં આઉટ કર્યો છે. 


જુઓ LIVE TV.... 


ક્રિકેટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....