નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન રોહિત સર્માએ બાંગ્લાદેશ વિરુદ્ધ ઈનિંગમાં બીજી સિક્સ ફટકારતા એક ઈતિહાસ રચી દીધો છે. રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ છગ્ગા ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ સિક્સ ફટકારનાર એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે. ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 358 સિક્સ ફટકારી છે. તો બાંગ્લાદેશ વિરુદ્ધ બીજી સિક્સ ફટકારતા રોહિતે ધોનીના આ રેકોર્ડને પાછળ છોડી દીધો છે. 


આ સિવાય આ ઈનિંગ દરમિયાન ચોથી સિક્સ ફટકારતા રોહિત શર્મા વનડે ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી બની ગયો છે. રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં અત્યાર સુધી 229 ચગ્ગા ફટકાર્યા છે. આ મામલે તેણે ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. ધોનીના નામે વનડે ક્રિકેટમાં 228 છગ્ગા છે. 


આખરે 12 વર્ષ બાદ દિનેશ કાર્તિકને મળી ગયું વિશ્વકપની અંતિમ ઇલેવનમાં સ્થાન 


વનડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીય ખેલાડી 


રોહિત શર્મા 230*


એમએસ ધોની 228


સચિન તેંડુલકર 195 


બાંગ્લાદેશ વિરુદ્ધ 5 છગ્ગા ફટકાર્યા બાદ આ આંકડા 


આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીય ખેલાડી


રોહિત શર્મા 360 સિક્સ


એમએસ ધોની 358 સિક્સ