આખરે 12 વર્ષ બાદ દિનેશ કાર્તિકને મળી ગયું વિશ્વકપની અંતિમ ઇલેવનમાં સ્થાન

ભારતીય ટીમે બાંગ્લાદેશ વિરુદ્ધ આઈસીસી વિશ્વ કપની મેચમાં દિનેશ કાર્તિકને અંતિમ ઇલેવનમાં સ્થાન આપ્યું છે. 
 

આખરે 12 વર્ષ બાદ દિનેશ કાર્તિકને મળી ગયું વિશ્વકપની અંતિમ ઇલેવનમાં સ્થાન

નવી દિલ્હીઃ દિનેશ કાર્તિકનો આઈસીસી વિશ્વ કપમાં રમવાનો ઇંતજાર પૂરો થઈ ગયો છે. તેને મંગળવારે બાંગ્લાદેશ વિરુદ્ધ રમાઇ રહેલી મેચ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. દિનેશ કાર્તિક 2007ના વિશ્વ કપમાં ભારતીય ટીમમાં સામેલ હતો. ત્યારે તેને એકપણ મેચ રમવાની તક ન મળી. આ વિશ્વકપની શરૂઆતી સાત મેચોમાં પણ તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ન કરવામાં આવ્યો. 

ભારતીય ટીમે બાંગ્લાદેશ વિરુદ્ધ આ મુકાબલામાં પોતાની પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કર્યાં છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીત્યા બાદ જણાવ્યું કે, કેદાર જાધવની જગ્યાએ દિનેશ કાર્તિકને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સ્પિનર કુલદીપ યાદવના સ્થાને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશની ટીમ પણ બે ફેરફાર સાથે ઉતરી છે. 

મહત્વનું છે કે દિનેશ કાર્તિક ભારતના કેટલાક તેવા ખેલાડીઓમાં સામેલ છે, જેને વિશ્વકપ ટીમમાં તક મળી પરંતુ અંતિમ ઇલેવનમાં સ્થાન ન મળ્યું. 2007મા વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા વિશ્વકપમાં પણ દિનેશ કાર્તિક ટીમમાં હતો. પરંતુ ધોની ટીમમાં હોવાને કારણે તેને એકપણ મેચ રમવાની તક ન મળી. આ વિશ્વકપમાં ઇરફાન પઠામ પણ ભારતીય ટીમમાં સામેલ હતો, પરંતુ તે પણ કાર્તિકની જેમ રમ્યા વિના પરત ફર્યો હતો. 

દિનેશ કાર્તિકે પ્રથમ વનડે 2004મા રમી હતી. તે હાલની ભારતીય ટીમમાં સૌથી સીનિયર ખેલાડી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news