WTC ફાઇનલમાં કેપ્ટન રોહિતના નામે થશે મોટો રેકોર્ડ, આ મામલામાં બનશે નંબર-1 ભારતીય!
WTC Final 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચમાં ટકરાશે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત આ મેચમાં એક મોટો રેકોર્ડ બનાવવાથી માત્ર બે ડગલાં દૂર છે.
IND vs AUS: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 થી 11 જૂન સુધી ઇંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. બંને ટીમના ખેલાડીઓ ઓવલ પહોંચી ગયા છે અને આ મોટી મેચ માટે જોરદાર તૈયારી કરી રહ્યા છે. કેપ્ટન રોહિત શર્મા પાસે આ મેચમાં મોટો રેકોર્ડ બનાવવાની શાનદાર તક છે. રોહિત આ રેકોર્ડથી માત્ર બે ડગલાં દૂર છે. જો તે આ રેકોર્ડ પોતાના નામે કરી દેશે તો તે ભારતીય ખેલાડીઓમાં નંબર વન પર આવી જશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી સૌથી વધુ સિક્સર મારનારા ખેલાડીઓમાં રોહિત શર્મા ત્રીજા નંબર પર છે. તે રિષભ પંતના 38 સિક્સરનો રેકોર્ડ તોડવાથી માત્ર 2 પગલાં દૂર છે. આ યાદીમાં પંત બીજા નંબર પર છે. રોહિતના નામે 37 છગ્ગા છે. જો તે ઓસ્ટ્રેલિયા સામેની આ મેચમાં 2 છગ્ગા ફટકારવામાં સફળ થાય છે, તો તે WTCમાં સૌથી વધુ છગ્ગા મારનાર બીજો ખેલાડી બની જશે જ્યારે તે ભારતીય ખેલાડીઓમાં પ્રથમ આવશે.
આ પણ વાંચો:
15 જૂનથી આ રાશિના લોકોનું ભાગ્ય 'સૂર્ય'ની જેમ ચમકશે,હાથ લગાવતા માટી પણ બની જશે સોનુ!
Rohit ના કરીયર માટે ખતરો બન્યો આ 21 વર્ષીય ખેલાડી
Name Astrology: દિમાગના ખુબ તેજ હોય છે આ અક્ષરવાળા લોકો!
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સના નામે છે. તેણે 59 સિક્સર ફટકારી છે. આ પછી ભારતનો વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત છે. તેણે 38 સિક્સર ફટકારી છે. જોકે, તે આ મેચમાં ટીમનો ભાગ નથી. ત્રીજા નંબર પર ભારતીય કેપ્ટન રોહિત શર્મા 37 છગ્ગા સાથે છે. ચોથા નંબર પર ભારતના મયંક અગ્રવાલ છે. તેના નામે 22 સિક્સર છે. મયંક પણ આ મેચમાં ટીમનો ભાગ નથી, જ્યારે ન્યૂઝીલેન્ડનો ડેરિલ મિશેલ પાંચમા નંબર પર છે. તેણે 22 સિક્સર ફટકારી છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રોહિત શર્માએ અત્યાર સુધી 22 મેચ રમીને 52.76ની એવરેજથી 1794 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 6 સદી પણ ફટકારી છે. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા 2013થી અત્યાર સુધી કોઈ પણ આઈસીસી ટ્રોફી જીતવામાં સફળ રહી નથી. આવી સ્થિતિમાં જો ટીમે 10 વર્ષ બાદ ICC ટ્રોફી પોતાના નામે કરવી હોય તો ઓસ્ટ્રેલિયા સામેની આ મેચમાં બાકીના બેટ્સમેન સિવાય રોહિત શર્માને પણ મોટી ઇનિંગ રમવી પડશે. ટીમ 2021 WTC ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે 8 વિકેટે હારી હતી.
આ પણ વાંચો:
શું તમે પણ હાઈ હીલ્સ પહેરવાના શોખીન છો? તો પહેલા જાણી લેજો તેના આ મોટા નુકસાન
Hair Care Tips: તમને પણ ગમે છે લાંબા અને જાડા વાળ? તો લવિંગનો આ રીતે કરો ઉપયોગ
હવે માત્ર 6 લાખમાં ખરીદો Maruti Brezza! કોઈ વેઇટિંગ પિરિયડ પણ નહીં
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube