નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ આ સમયે ફેલાયેલી ખતરનાક બીમારી કોરોના વાયરસને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને દેશવાસીઓને તેને લઈને સાવચેત રહેવાનું કહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિતે પોતાના ટ્વીટર અને ફેસબુક પર સોમવારે એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે લોકોને બીમારીને લઈને સાવચેત અને સાવધાન રહેવાની વાત કરી રહ્યો છે. 


રોહિતે કહ્યું, 'પાછલા કેટલાક સપ્તાહ આપણા માટે ઘણા મુશ્કેલ રહ્યાં છે અને વિશ્વ આ સમયે થોભી ગયું છે, જે ખુબ ખરાબ છે. આપણે સામાન્ય સ્થિતિ પર પરત આવીએ અને તેના માટે જરૂરી છે કે આપણે બધા એક થઈને બીમારી સામે લડીએ અને આ થોડુા સચેત અને સાવધાન રહી, આપણી આસપાસની જાણકારી રાખીને કરી શકીએ.'


કોરોના વાયરસનો ડરઃ 14 દિવસ માટે આઇસોલેશનમાં ગયો ક્રિકેટર, પત્નીએ લખ્યો આ મેસેજ

રોહિતે કહ્યું, 'હું તમામ ડોક્ટરો અને વિશ્વના મેડિકલ સ્ટાફના પ્રયાસની પ્રશંસા કરુ છું, જેણે પોતાનો જીવ જોખમમાં મકી તે લોકોની સારવાર કરી જે કોરોનાથી પીડિત છે.'


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર