કોરોના વાયરસનો ડરઃ 14 દિવસ માટે આઇસોલેશનમાં ગયો ક્રિકેટર, પત્નીએ લખ્યો આ મેસેજ

ફાસ્ટ બોલર મિશેલ મેક્લેનગન જ્યારે ન્યૂઝીલેન્ડ પહોંચ્યો તો તેને 14 દિવસ માટે આઇસોલેશનમાં મોકલી દેવામાં આવ્યો. તેનાથી પણ રસપ્રદ ઘટના તે બની કે ઘર પર પહોંચતા તેને પત્નીનો એક મેસેજ મળ્યો.

કોરોના વાયરસનો ડરઃ 14 દિવસ માટે આઇસોલેશનમાં ગયો ક્રિકેટર, પત્નીએ લખ્યો આ મેસેજ

નવી દિલ્હીઃ ફાસ્ટ બોલર મિશેલ મેક્લેનગન જ્યારે ન્યૂઝીલેન્ડ પહોંચ્યો તો તેને 14 દિવસ માટે આઇસોલેશનમાં મોકલી દેવામાં આવ્યો. તેનાથી પણ રસપ્રદ ઘટના તે બની કે ઘર પર પહોંચતા તેને પત્નીનો એક મેસેજ મળ્યો. મેસેજમાં લખ્યું હતું- આભાર માન કે તું મારી સાથે ન ફસાયો, બાકી તે વધુ ખરાબ થાત. હકીકતમાં, જે પણ વિદેશથી ન્યૂઝીલેન્ડ જઈ રહ્યું છે, તેને 14 દિવસ માટે સેલ્ફ આઇસોલેશનમાં મોકલવામાં આવી રહ્યાં છે. 

આ ક્રમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના ફાસ્ટ બોલર મિશેલ મેક્લેનગન પાકિસ્તાન સુપર લીગ (PSL) રમીને સ્વદેશ પહોંચ્યા તો તેણે સેલ્ફ આઇસોલેશનમાં જવું પડ્યું હતું. જ્યારે તે ઘર પર પહોંચ્યો તો ત્યાં તેને ફ્રીઝ પર ચોંટાડેલી એક નોટ મળી હતી. તેના પર પત્નીએ લખ્યું હતું- જ્યારે તું પરેશાન થવાનું શરૂ થા ત્યારે બસ એટલું વિચારવું કે આ વધુ ખરાબ હોત જો તું મારી સાથે ઘરમાં ફસાયેલો રહ્યો હોત... લવ યૂ...

virat

આ સાથે ફાસ્ટ બોલરે ટ્વીટર પર તસવીર પોસ્ટ કરતા જણાવ્યું કે, તેની પત્ની હાલ પોતાના માતા-પિતાના ઘરે ગઈ છે. જ્યારે તે ઘર પર આવ્યો તો તેને ફ્રીજ પર ચોંટાડેલી નોટ મળી હતી. 

ઉલ્લેખનીય છે કે મિશેલ પાકિસ્તાન સુપર લીગમાં કરાચી કિંગ્સ ટીમનો સભ્ય હતો. મિશેલ મેક્લેનગને તે સમયે ન્યૂઝીલેન્ડ પરત ફરવાનો નિર્ણય લીધો જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વિદેશી ખેલાડીઓને કહ્યું કે, જો તે ઘરે જવા ઈચ્છે તો જઈ શકે છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news