નવી દિલ્હીઃ શાનદાર ફોર્મમાં ચાલી રહેલ ઓપનર રોહિત શર્માના વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આઉટ થવા પર વિવાદે તે સમયે નવો વળાંક લીધો, જ્યારે હિટમેને પોતે આઉટ થવાની તસ્વીર શેર કરી છે. હકીકતમાં, આ તસ્વીરના માધ્યમથી રોહિતે તે કહેવાનો પ્રયત્ન કર્યો છે કે તે આઉટ નહતો, કારણ કે બોલ બેટ પર લાગ્યો નહતો. 


વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ એક ફોર અને એક સિક્સ ફટકારીને ગતી પડકી હતી ત્યારે કેમાર રોચનો બોલ તેના બેટ અને પેડની વચ્ચે નિકળીને વિકેટકીપર શાઈ હોપના હાથમાં પહોંચી ગયો હતો. વિન્ડીઝના ખેલાડીઓએ જોરદાર અપીલ કરી અને ડીઆરએસનો સહારો લીધો. અહીં થર્ડ અમ્પાયરનો નિર્ણય વિન્ડીઝના પક્ષમાં ગયો અને રોહિતે 18 રનના વ્યક્તિગત સ્કોર પર પરત આવવું પડ્યું હતું. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર