કોહલીના ભારને ઓછો કરવા માટે રોહિત કેપ્ટનનો વિકલ્પઃ યુવરાજ
ટીમ ઈન્ડિયાના પૂર્વ વાઇસ કેપ્ટન યુવરાજ સિંહે ટીમ મેનેજમેન્ટને સલાહ આપી છે કે જો વિરાટ કોહલી પર કેપ્ટનશિપનો વધારે દબાવ હોય તો ટીમ મેનેજમેન્ટે ટી20મા રોહિત શર્માને આગેવાની સોંપી દેવી જોઈએ.
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે (Yuvraj Singh) સૂચન કર્યું કે, વિરાટ કોહલીનો (Virat Kohli) ત્રણેય ફોર્મેટમાં આગેવાનીનો ભાર ઓછો કરવા માટે ટી20મા (T20) રોહિત શર્માને () કેપ્ટન બનાવી શકાય છે. રોહિત નિર્ધારિત ઓવરની ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન છે અને આઈપીએલમાં સૌથી સફળ કેપ્ટન છે, જેણે મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની આગેવાની કરતા 4 ટાઇટલ અપાવ્યા છે.
યુવરાજે કહ્યું કે, જો વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલી તમામ ફોર્મેટમાં ટીમની આગેવાનીનો ભાર લે છે તો આ ખરાબ વિચાર નથી. યુવરાજે એક ન્યૂઝ ચેનલને કહ્યું, પહેલા માત્ર બે ફોર્મેટ (વનડે અને ટેસ્ટ) જ હતા. એટલે એક કેપ્ટન યોગ્ય હતો. પરંતુ હવે ત્રણ ફોર્મેટ થઈ ગયા છે અને જો વિરાટ ભાર અનુભવે તો તેણે ટી20 ફોર્મેટમાં કોઈને અજમાવવો જોઈએ. રોહિત આમપણ સૌથી સફળ કેપ્ટન રહ્યો છે.
હું ટીમ ઈન્ડિયામાં નંબર-4 પર રમી શકુ છું: સુરેશ રૈના
યુવીએ આગળ કહ્યું, 'મને ખ્યાલ નથી. ટીમ મેનેજમેન્ટે નિર્ણય કરવો પડશે કે વિરાટ કેટલો ભાર ઉઠાવી શકે છે. તેણે ટી20 માટે કોઈને અજમાવવાની જરૂર છે? તે સંપૂર્ણ રીતે તેના પર નિર્ભર કરે છે કે તે ભવિષ્ય માટે શું ઈચ્છે છે. વિરાટ શાનદાર બેટ્સમેન છે. કાર્યભાર મેનેજમેન્ટ કઈ રીતે કરવું છે? તે સંપૂર્ણ રીતે ટીમ મેનેજમેન્ટનો નિર્ણય છે.'