નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી ટી20 આંતરરાષ્ટ્રીયમાં પોતાની દમદાર અડધી સદીની મદદથી ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવનાર રોહિત શર્માએ રવિવારે કેટલાક નવા મુકામ હાસિલ કર્યાં છે. રોહિત હવે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેનની સાથે-સાથે 2400 રનનો આંકડો પાર કરનાર પ્રથમ બેટ્સમેન પણ ચે. સર્વાધિક ટી20I સિક્સ અને રન સિવાય આ આંકડામાં પણ સૌથી આગળ છે રોહિત શર્મા.... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી વધુ સદી
ટી20 આંતરરાષ્ટ્રીયમાં ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેનના નામે સૌથી વધુ સદી પણ છે. ક્રિકેટના આ સૌથી નાના ફોર્મેટમાં રોહિતે અત્યાર સુધી 4 સદી ફટકારી છે. ત્યારબાદ કોલિન મુનરો 3 સદી સાથે બીજા સ્થાને છે. 


2400 રન પાર કરનાર એકમાત્ર બેટ્સમેન
રોહિત શર્માએ રવિવારે 67 રન બનાવ્યા, તો તેણે ટી20 આંતરરાષ્ટ્રીયમાં 2400 રનનો આંકડો પણ પાર કરી લીધો છે. હવે રોહિતના નામે 2422* રન નોંધાયેલા છે. આ યાદીમાં બીજા સ્થાન પર ભારતનો વિરાટ કોહલી છે, જે રોહિતથી 112 રન પાછળ રહીને 2310*ની સાથે બીજા સ્થાન પર છે. 


સર્વાધિક બાઉન્ડ્રીઝમાં પણ રોહિત અવ્વલ
જો ટી20I ક્રિકેટમાં કુલ બાઉન્ડ્રી (ચોગ્ગા + છગ્ગા)ને જોડી દેવામાં આવે તો રોહિત સૌથી આગળ છે. તેણે અત્યાર સુધી 107 છગ્ગાની સાથે 215 ચોગ્ગા પણ ફટકાર્યા છે. એટલે કે તેના નામે અત્યારે કુલ 322* બાઉન્ડ્રી છે. 


સર્વાધિક 50+ ઈનિંગ
50 રન કે તેથી વધુની ઈનિંગ રમનાર બેટ્સમેનની વાત કરીએ તો રોહિત આ યાદીમાં સૌથી આગળ છે. રોહિતના નામે (4 સદી + 17 અડધી સદી) કુલ 21 ફિફ્ટી + ઈનિંગ છે. ત્યારબાદ વિરાટ કોહલીનું નામ આવે છે, જે 20 ફિફ્ટીની સાથે બીજા સ્થાન પર છે. વિરાટના નામે ટી20મા એકપણ સદી નથી. 


સ્ટ્રાઇક રેટમાં પણ નંબર 1
રોહિત શર્માની પ્રતિ બોલ રન બનાવવાની જે ગતિ છે. તેમાં પણ તે સૌથી આગળ છે. ટી20 આંતરરાષ્ટ્રીયમાં સર્વાધિક રન બનાવનાર 10 બેટ્સમેનોની યાદીમાં રોહિત શર્મા 136.91ની સ્ટ્રાઇક રેટની સાથે ટોપ પર છે. સ્ટ્રાઇક રેટના મામલામાં ન્યૂઝીલેન્ડના બ્રેન્ડન મેક્કુલમ (136.21)નું નામ આવે છે.