ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો, ઈજાને કારણે રોહિત શર્મા વનડે અને ટેસ્ટ સિરીઝમાંથી બહાર
ભારતીય ઓપનરને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અંતિમ ટી20 મેચમાં બેટિંગ કરવા સમયે ઈજા થઈ હતી. રોહિત શર્માને પગમાં સમસ્યા થઈ અને તે મેદાન છોડી ચાલ્યો ગયો હતો.
નવી દિલ્હીઃ Rohit Sharma Ruled Out: ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમે પાંચ મેચોની ટી20 સિરીઝમાં યજમાન કીવી ટીમના સૂપડા સાફ કરી દીધા છે, પરંતુ આ વચ્ચે ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમને દિગ્ગજ ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માના રૂપમાં ઝટકો લાગ્યો છે, જે પાંચમી ટી20 મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. માહિતી પ્રમાણે ઈજાને કારણે રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની વનડે અને બે મેચોની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.
ભારતીય ઓપનરને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અંતિમ ટી20 મેચમાં બેટિંગ કરવા સમયે ઈજા થઈ હતી. રોહિત શર્માને પગમાં સમસ્યા થઈ અને તે મેદાન છોડી ચાલ્યો ગયો હતો. તે ફીલ્ડિંગ કરવા પણ મેદાનમાં ન આવ્યો અને જ્યારે ટ્રોફીની સાથે ટીમનું ફોટો સેશન ચાલી રહ્યું હતું તો તેના પગમાં પટ્ટી બાંધેલી હતી. જ્યારે તેને સપોર્ટ સ્ટાફના બે લોકોએ ઉભો કર્યો અને ડ્રેસિંગ રૂમમાં લઈ ગયા હતા.
ICC T20I Rankings: કેએલ રાહુલની છલાંગ, રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચ્યો
મહત્વનું છે કે ભારતીય ટીમનો બીજો ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન પહેલા જ ઈજાને કારણે ટી20 અને વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો તેવામાં ભારતીય ટીમને આ બીજો મોટો ઝટકો લાગ્યો છે. શિખર ધવનના સ્થાને વનડે ટીમમાં પૃથ્વી શોને સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ ઓપનિંગ જોડીમાં કીવી ટીમ વિરુદ્ધ અનુભવની કમી જરૂર જોવા મળશે. રોહિત શર્મા ટેસ્ટમાં પણ ઓપનરની ભૂમિકા નિભાવી રહ્યો છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube