ICC T20I Rankings: કેએલ રાહુલની છલાંગ, રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચ્યો
આઈસીસીના લેટેસ્ટ ટી20 રેન્કિંગમાં ટોપ-10માં ભારતના ત્રણ બેટ્સમેનો છે. રાહુલ સિવાય વિરાટ કોહલી 9માં અને રોહિત શર્માં 10માં સ્થાને છે.
Trending Photos
નવી દિલ્હીઃ KL Rahul in ICC T20I Rankings: સોમવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ ટી20 (ICC T20I Rankings) રેન્કિંગની જાહેરાત કરી છે. આઈસીસીના આ લેટેસ્ટ ટી20 રેન્કિંગમાં ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલે ધમાકો મચાવ્યો છે.
કેએલ રાહુલ પોતાના સર્વશ્રેષ્ઠ ટી20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગ પર પહોંચી ગયો છે. તે આઈસીસીના નવા રેન્કિંગમાં મોટી છલાંગ લગાવતા બીજા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે પ્રથમ સ્થાન પર પાકિસ્તાનનો બાબર આઝમ યથાવત છે. આ મામલામાં રાહુલે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે.
⬆️ KL Rahul
⬆️ Rohit Sharma
The India openers have made significant gains in the latest @MRFWorldwide ICC T20I Player Rankings for Batting 👏
Full rankings 👉 https://t.co/EdMBslOYFe pic.twitter.com/h5K1fgkyiD
— ICC (@ICC) February 3, 2020
9માં સ્થાને છે રન મશીન વિરાટ કોહલી
ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ICC T20I Rankings માં 9માં સ્થાને છે, જ્યારે વાઇસ કેપ્ટન રોહિત શર્મા ટોપ-10માં પહોંચી ગયો છે. તો રાહુલ છઠ્ઠા સ્થાનેથી સીધો બીજા સ્થાને પહોંચી ગયો છે. તેમાં તેની મહેનત સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે.
કેએલ રાહુલે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 5 મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝમાં 2 અડધી સદીની સાથે 224 રન ફટકાર્યા હતા. જો એક દ્વિપક્ષીય સિરીઝમાં ભારતીય બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે. આ પ્રદર્શનની મદદથી રાહુલે રેન્કિંગમાં ટોપ-3 બેટ્સમેનોમાં સ્થાન મેળવ્યું છે.
ફિટનેસ ટેસ્ટમાં ફેલ થવા પર ગુસ્સે થયો ઉમર અકમલ, ટ્રેનરની સામે ઉતાર્યા કપડા
આ સિરીઝ પહેલા ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન રોહિત શર્માં 13માં સ્થાને હતો, પરંતુ 5 મેચોની સિરીઝમાં તેણે પણ સારૂ પ્રદર્શન કર્યું છે. રોહિતે 3 સ્થાનની છલાંગ સાથે ટોપ-10માં જગ્યા બનાવી લીધી છે.
બીજીતરફ બોલિંગની વાત કરીએ તો ભારતીય ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 37માં સ્થાન પર હતો, પરંતુ હવે તે 26 સ્થાનની છલાંગ સાથે 11માં સ્થાને પહોંચી ગયો છે. તો શાર્દુલ ઠાકુર 57માં સ્થાને પહોંચી ગયો છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે