નવી દિલ્હીઃ India vs West Indies: બાંગ્લાદેશ વિરુદ્ધ કોલકત્તામાં રમાનારી ડે-નાઇટ ટેસ્ટ મેચ (Day-night test) બાદ ડિસેમ્બરમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (Wi vs IND) વચ્ચે ટી20 અને વનડે સિરીઝ (T20 and Odi) રમવાની છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રણ-ત્રણ મેચોની વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત 21 નવેમ્બરે કોલકત્તામાં થશે જ્યારે ભારતીય ટીમના પસંદગીકારો અહીં બેઠક કરશે. જાણવા મળી રહ્યું છે કે, વનડે સિરીઝમાં રોહિત શર્માને (rohit sharma) આરામ આપવામાં આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2018મા લગભગ દરેક મેચ રમનાર ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સિરીઝમાં આરામ આપવામાં આવશે. આઈપીએલમાં 16 મુકાબલા, વર્લ્ડ કપમાં 10 મુકાબલા, સતત ચાર ટેસ્ટ અને વનડે સિરીઝ તથા ટી20 સિરીઝ રમનાર રોહિત શર્માના વર્કલોડને જોતા ટીમ મેનેજમેન્ટ તેને આરામ આપવા ઈચ્છે છે, કારણ કે આગામી વર્ષની શરૂઆતમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરશે. 


રોહિતને આપવામાં આવશે આરામ
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 15 ડિસેમ્બરથી થરૂ થનારી વનડે સિરીઝમાં રોહિત શર્માએ રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ ટીમ મેનેજમેન્ટે તેને મનાવી લીધો અને આરામ કરવાની સલાહ આપી છે. તેવામાં તેના સ્થાને ટીમમાં કોને તક મળશે. તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર મયંક અગ્રવાલને વનડે સિરીઝમાં પણ તક મળી શકે છે. 


વિશ્વ કપ 2019મા રિપ્લેસમેન્ટ તરીકે મયંક અગ્રવાલની પસંદગી થઈ હતી. પરંતુ તેને પર્દાપણ કરવાની તક ન મળી હતી. તેવામાં મયંક અગ્રવાલ પોતાની આક્રમક શૈલીને કારણે વનડેમાં જગ્યા બનાવી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર રોહિતના સ્થાને મયંકને તક મળશે. ઓપનર શિખર ધવન ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે, તેવામાં પસંદગીકારો મયંકને એક તક આપી શકે છે. 


આશા છે કે મયંક બીજા વર્ષે પણ શાનદાર પ્રદર્શન કરશેઃ સુનીલ ગાવસ્કર  


આ છે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ સિરીઝનો કાર્યક્રમ


6 ડિસેમ્બર 2019 - પ્રથમ ટી20, મુંબઇ


8 ડિસેમ્બર 2019 - બીજી ટી20, તિરુવનંતપુરમ


11 ડિસેમ્બર 2019 - ત્રીજી ટી20, હૈદરાબાદ


15 ડિસેમ્બર 2019 - પ્રથમ વનડે, ચેન્નાઈ


18 ડિસેમ્બર 2019 - બીજી વનડે, વિશાખાપટ્ટનમ


22 ડિસેમ્બર 2019 - ત્રીજી વનડે, કટક


લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube