નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) એ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચમાં ટી20 મુકાબલામાં 40 રન બનાવવાની સાથે માર્ટિન ગુપ્ટિનો રેકોર્ડ તોડી દીધો છે. તે હવે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવા મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે. રોહિત શર્માએ આ મેચમાં 30 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. રોહિત મેચમાં 34 બોલમાં 5 છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી તોફાની 64 રન બનાવી આઉટ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
વિરાટ કોહલી- 3099 રન
રોહિત શર્મા- 2859 રન
માર્ટિન ગુપ્ટિલ- 2839 રન


આ પણ વાંચોઃ સૂર્યકુમારને મોબાઈલમાં આ વીડિયો જોતા પત્નીએ પકડ્યો, સોશિયલ મીડિયામાં થયો Video Viral


ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત ચોગ્ગા ફટકારવામાં બીજા સ્થાને
તો રોહિત શર્માએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાના પાંચમાં ટી20 મુકાબલામાં બે ચોગ્ગા ફટકાર્યા તો તે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવા મામલે બીજા સ્થાને આવી ગયો, અહીં પણ રોહિતે ગુપ્ટિલનો રેકોર્ડ તોડ્યો છે. 


ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ચોગ્ગા
વિરાટ કોહલી- 279 ચોગ્ગા
રોહિત શર્મા- 252 ચોગ્ગા
માર્ટિન ગુપ્ટિલ- 250 ચોગ્ગા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube