સૂર્યકુમારને મોબાઈલમાં આ વીડિયો જોતા પત્નીએ પકડ્યો, સોશિયલ મીડિયામાં થયો Video Viral

ટીમ ઇન્ડિયાના (Team India) બેટ્સમેન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની (International Cricket Career) શાનદાર શરૂઆત કરી છે

Updated By: Mar 20, 2021, 07:07 PM IST
સૂર્યકુમારને મોબાઈલમાં આ વીડિયો જોતા પત્નીએ પકડ્યો, સોશિયલ મીડિયામાં થયો Video Viral

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના (Team India) બેટ્સમેન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની (International Cricket Career) શાનદાર શરૂઆત કરી છે. ઘરેલુ ક્રિકેટ અને આઇપીએલમાં (IPL) સ્કોરિંગ રન બનાવ્યા બાદ તેને ટીમ ઇન્ડિયામાં રમવાની તક મળી. તેણે પોતાની ડેબ્યૂ ઇનિંગ્સમાં અર્ધસદી ફટકારી હતી. ઇંગ્લેન્ડ સામે ટી20 (T20) સિરીઝની ચોથી મેચમાં તેણે 57 રન બનાવ્યા હતા. સૂર્યકુમારના (Suryakumar) કરિયરની બીજી મેચ હતી. તેણે સિરીઝની બીજી મેચમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેને બેટિંગની તક મળી નહોતી.

સૂર્યકુમારે (Suryakumar) જોફ્રા આર્ચરના બોલ પર સિક્સ મારી પોતાની ઇનિંગની શરૂઆત કરી હતી. કેણે 57 રનની ઇનિંગમાં ચારેય તરફ શોટ માર્યા હતા. આ મેચમાં જ્યાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા બેટ્સમેન નિષ્ફળ રહ્યા, ત્યાં સૂર્યકુમારે ફટાફટ બેટિંગ કરી ટીમ ઇન્ડિયાને મજબુત સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

આ પણ વાંચો:- ISSF Shooting World Cup : શૂટિંગ વર્લ્ડ કપમાં ત્રણ શૂટર્સ કોરોના પોઝિટિવ, બે ભારતીય સામેલ

તેના 57 રનના કારે ટીમ ઇન્ડિયા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 185 રન બનાવી શકી હતી. ટીમ ઇન્ડિયા આ મેચમાં 8 રનથી જીતી અને સિરીઝ જીતવાની આશા જીવંત રાખી. સૂર્યકુમારની ઇનિંગની ક્રિકેટ ફેન્સ જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.

કેપ્ટન વિરાટ કોહલીએ મેચ બાદ સૂર્યકુમારની પ્રશંસા કરી હતી. ત્યારે આ ખાસ ઇનિંગ બાદ સૂર્યકુમારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે મોબાઇલમાં પોતાની બેટિંગ જોઈ રહ્યો છે.

આ પણ વાંચો:- Ind vs Eng: T20 ફાઇનલમાં England માટે કાળ બનશે Team India નો આ બોલર!

વીડિયોમાં સૂર્યકુમારે ટીમ ઇન્ડિયાની ટી-શર્ટ પહેરેલી છે. તે મોબાઈલમાં તે શોર્ટ્સ જોઇ રહ્યો છે જેમાં તેણે આર્ચર અને માર્ક વુડ જેવા બોલર્સની સામે માર્યા હતા. તેની પત્નીએ આ વીડિયો રેકોર્ડ કર્યો હતો. વીડિયોમાં સૂર્યકુમારની પત્ની દેવિશા શેટ્ટી તેને પૂછી રહી છે કે, શું તે ફરી મેચનો વીડિયો જોઈ રહ્યો છે? તેના પર સૂર્યકુમાર કહે છે કે, હાં, ફોર અને સિક્સનો આનંદ લઈ રહ્યો છું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube