નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા આ મહિને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાની છે. વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ 26મી થી 3 મેચની ટેસ્ટ સીરીઝ રમવા જઈ રહી છે, ત્યારબાદ ટીમને રોહિત શર્માની કેપ્ટન્સીમાં 3 મેચની વનડે સીરીઝ રમવાની છે. ગત કેટલીક સીરીઝ અને પ્રવાસોમાં ખેલાડીઓના પ્રદર્શનને જોતા એક વાત ચોક્કસ લાગે છે કે ભારતની મર્યાદિત ઓવરોની ટીમમાં ચોક્કસ ફેરફાર થશે. એવામાં એક એવો ફાસ્ટ બોલર છે જે આ ટૂરમાં ટીમમાં એન્ટ્રી મારી શકે છે. આ બોલરને રોહિતની કેપ્ટન્સીમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બોલર રોહિતની કેપ્ટનશીપમાં એન્ટ્રી મારશે
દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયામાં ખતરનાક બોલર એન્ટ્રી મારી શકે છે. ભારતને આ બોલર IPLમાંથી જ મળ્યો છે. હા, આ ખેલાડીનું નામ છે અર્શદીપ સિંહ. અર્શદીપ સિંહનું પ્રદર્શન છેલ્લી બે આઈપીએલ સિઝનમાં શાનદાર રહ્યું છે અને તે આગામી સમયમાં ભારતીય ટીમ માટે રમીને શાનદાર પ્રદર્શન કરી શકે છે. IPLના બીજા ફેજમાં અર્શદીપે પોતાની શાનદાર બોલિંગના કારણે આખી દુનિયામાં ઘણું નામ કમાઈ લીધું છે. ડેથ ઓવરોમાં રન બચાવવાની તેની ક્ષમતાને જોતાં અંદાજો લગાવી શકાય છે કે તે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળશે. ખાસ કરીને આ મહિને યોજાનારી દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં અર્શદીપનું રમવું ફિક્સ લાગી રહ્યું છે.

Ravichandran Ashwin ના લીધે ખતમ થઇ ગયું જાદુઇ સ્પિનરનું કરિયર! જલદી કરશે સંન્યાસની જાહેરાત?
Cricket માં આવ્યો કોહલી-રોહિત કરતાં પણ ખતરનાક બેટ્સમેન, એક જ વર્ષમાં બનાવી દીધો આ વર્લ્ડ રેકોર્ડ


શમી-બુમરાહનો બનશે નવો સાથી 
જ્યારથી ટીમ ઈન્ડિયાના અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે પોતાની લય ગુમાવી દીધી છે ત્યારથી રોહિત સેનાને એક સારા ફાસ્ટ બોલરની જરૂર છે. અર્શદીપ તે ખોટને ભરી શકે છે કારણ કે ભુવીની બોલિંગમાં હવે પહેલા જેવ દમ રહ્યો નથી. એવામાં ભારતને એવા બોલરની જરૂર છે જે લાંબા સમય સુધી જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીનો પાર્ટનર બની શકે.


આફ્રિકા સામે મળશે તક?
અર્શદીપને દક્ષિણ આફ્રિકા સામેની આગામી વનડે શ્રેણીમાં તક આપવામાં આવી શકે છે. કેએલ રાહુલની કેપ્ટનશીપમાં આ ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાહુલે આઈપીએલ 2021માં અર્શદીપને ત્યારે બોલ આપ્યો જ્યારે વિકેટની જરૂર રહેતી હતી, અથવા તો ટીમ ફસાયેલી હોતી. અર્શદીપે ક્યારેય પોતાના કેપ્ટનને નિરાશ ન થવા દીધો અને તે હંમેશા તેની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો. આવી સ્થિતિમાં તે હવે ટીમમાં એન્ટ્રી મારતો જોવા મળી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube