વન-ડેમાં રોહિત શર્માના નામે મોટો રેકોર્ડ, એબી ડિવિલિયર્સને પાછળ છોડ્યો, હવે માત્ર કોહલી જ આગળ...
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ વન-ડે ક્રિકેટમાં મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે રનના મામલામાં હવે તે ટોપ ખેલાડીઓમાં સામેલ થઈ ગયો છે. અને ઝડપથી 10,000 રન બનાવવા તરફ ગતિ વધારી દીધી છે.
નવી દિલ્લી: ભારત અને શ્રીલંકાની વચ્ચે વન-ડે સિરીઝની ત્રીજી મેચ તિરુવનંતપુરમમાં યોજાઈ. જેમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે રનના મામલામાં હવે તે ટોપ ખેલાડીઓમાં સામેલ થઈ ગયો છે. અને તેણે એબી ડિવિલિયર્સને પાછળ છોડી દીધો છે. રોહિતે હવે ઝડપથી 10,000 રન બનાવવા તરફ ગતિ વધારી દીધી છે. વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાની યાદીમાં તે 17મા નંબરે આવી ગયો છે. રોહિત શર્માએ શ્રીલંકા સામે 9577 રનના આંકડાને પાર કરી લીધો અને હવે તે આગળ વધી રહ્યો છે.
હવે વિરાટ કોહલી જ આગળ:
જો હાલના સમયમાં એક્ટિવ ક્રિકેટર્સની વાત કરીએ તો વિરાટ કોહલી જ તેનાથી આગળ છે. વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાની યાદીમાં જે પણ બેટ્સમેન છે તેમાંથી મોટાભાગનાએ નિવૃતિ લઈ લીધી છે. માત્ર વિરાટ કોહલી અને રોહિત શર્મા જ એવા ખેલાડી છે જે ટોપ-20માં એક્ટિવ પ્લેયર્સ છે.
વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે રન:
ખેલાડીનું નામ મેચ રન
સચિન તેંડુલકર 463 18,426
કુમાર સંગકારા 404 14,234
રિકી પોન્ટીંગ 375 13,704
સનથ જયસૂર્યા 445 13,430
માહેલા જયવર્ધને 448 12,650
વિરાટ કોહલી 268 12,588*
ઈન્ઝમામ ઉલ હક 378 11,739
જેક કાલિસ 328 11,579
સૌરવ ગાંગુલી 311 11,363
રાહુલ દ્વવિડ 344 10,889
એમએસ ધોની 350 10,773
ક્રિસ ગેલ 301 10,480
બ્રાયન લારા 299 10,405
ટી.દિલશાન 330 10,290
મોહમ્મદ યુસૂફ 288 9720
એડમ ગિલિક્રિસ્ટ 297 9619
રોહિત શર્મા 238 9596*
એબી ડિવિલિયર્સ 228 9577
વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે રન (એક્ટિવ ક્રિકેટર)
વિરાટ કોહલી 268 મેચ 12,588 રન
રોહિત શર્મા 238 મેચ 9596 રન
વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય
ખેલાડીનું નામ મેચ રન
સચિન તેંડુલકર 463 18,426
વિરાટ કોહલી 268 12,588*
સૌરવ ગાંગુલી 311 11,363
રાહુલ દ્વવિડ 344 10,889
એમએસ ધોની 350 10,773
રોહિત શર્મા 238 મેચ 9596 રન