INDvsNZ: લક્ષ્ય મુશ્કેલ હતો, અમે ખરાબ પ્રદર્શન કર્યુઃ રોહિત શર્મા
ન્યૂઝીલેન્ડે પ્રથમ ટી20માં ભારતને 80 રનથી પરાજય આપીને ત્રણ મેચોની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
વેલિંગટનઃ ન્યૂઝીલેન્ડના હાથે પ્રથમ ટી-20 મેચમાં સૌથી મોટી હાર બાદ ભારતના કાર્યવાહક કેપ્ટન રોહિત શર્માએ હારનું ઠીકરુ બેટ્સમેનો પર ફોડ્યું છે. ન્યૂઝીલેન્ડે બુધવારે વેસ્ટપૈક સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતને 80 રનથી પરાજય આપ્યો હતો. આ ભારતની ટી20માં રનનો અંતરથી સૌથી મોટી હાર છે.
રોહિતે મેચ બાદ કહ્યું, આ એક મુશ્કેલ મેચ હતો. અમે ત્રણેય વિભાગોમાં સામાન્ય પ્રદર્શન કર્યું હતું. અમે જાણતા હતા કે, 200ની ઉપરનો લક્ષ્ય આસાન રહેશે નહીં. અમે સતત વિકેટ ગુમાવી હતી, જેથી મેચમાંથી બહાર થઈ ગયા હતા. તેણે કહ્યું, અમે આ પહેલા પણ 200 કે તેથી વધુનો લક્ષ્ય હાસિલ કરી ચુક્યા છીએ. પરંતુ મોટા લક્ષ્યનો પીછો કરતા તમે ભાગીદારી ન કરો તો હંમેશા મુશ્કેલ રહે છે. અમારે એક મોટી ભાગીદારીની જરૂર હતી, જેમાં અમે અસફળ રહ્યાં હતા.
ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરોમાં છ વિકેટના નુકસાન પર 219 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પરંતુ ભારતીય ટીમ 19.2 ઓવરોમાં 139 રનમાં ઓલઆુટ થઈ ગઈ ગતી. રોહિતે ન્યૂઝીલેન્ડની ટીમની પ્રશંસા કરતા કહ્યું, તેણે શાનદાર બેટિંગ અને બોલિંગ કરી હતી.આ સિવાય તેના બેટ્સમેનોએ મોટી ભાગીદારી પણ કરી હતી. અમારે અહીંથી કોઈ શીખ લઈને ઓકલેન્ડ જવું પડશે.
T20: જાણો ભારતને ક્યારે-ક્યારે મળી સૌથી મોટી હાર
ટીમે શાનદાર પ્રદર્શન કર્યુઃ વિલિયમસન
પ્રથમ ટી-20 મેચમાં ભારત વિરુદ્ધ શાનદાર જીત મેળવ્યા બાદ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને કહ્યું કે, આ ટીમનું તમામ વિભાગમાં અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન છે. ન્યૂઝીલેન્ડે બુધવારે પ્રથમ ટી20 મેચમાં 80 રનથી જીત મેળવી હતી. આ ભારતની ટી20માં સૌથી મોટી હાર છે.
આ રહ્યાં ભારતની હારના ચાર કારણ
વિલિયમસને મેચ બાદ કહ્યું, ટીમે તમામ વિભાગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ તે પ્રકારનું પ્રદર્શન છે, જેની ઈચ્છા હંમેશા રહે છે. ટોપ ઓર્ડરે સારી બેટિંગ કરી અને ભાગીદારી કરી હતી. ટિમ સેઇફર્ટ અને મુનરોએ દમદાર બેટિંગ કરી. આ સિવાય બોલરોનું પ્રદર્શન પણ સારૂ રહ્યું છે.