રોહિત શર્માએ જણાવ્યુ, કોરોના વાયરસમા પણ છુપાયો છે ધરતી માતાનો સકારાત્મક સંદેશ
કોવિડ-19 મહામારીને કારણે જ્યાં લોકોને પોત-પોતાના ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે તો તેના કારણે પ્રકૃતિ પર પણ ઘણી અસર પડી છે.
નવી દિલ્હીઃ ઘાતક કોરોના વાયરસને કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે અને તેના બચાવ માટે દેશભરમાં લૉકડાઉન જાહેર છે પરંતુ ભારતીય સ્ટાર ક્રિકેટર રોહિત શર્માએ તેનો સકારાત્મક પક્ષ પણ શોધ્યો છે. કોવિડ-19ને વિશ્વ આરોગ્ય સંસ્થાએ મહામારી જાહેર કરી છે અને તેની અસર ખેલ જગત પર પણ પડી છે. વિશ્વભરમાં ક્રિકેટ સહિત ઘણી રમતોની ટૂર્નામેન્ટ અને સિરીઝ સ્થગિત થઈ ગઈ છે.
સીમિત ઓવરોમાં ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિતે સોશિયલ મીડિયા પર આ મેસેજ શેર કર્યો છે. તેમણે લખ્યું, 'આ વાયરસ આપણા જીવનમાં એક તોફાનની જેમ આવ્યો છે અને બધુ વિક્ષેપમાં છે. જો આપણે વસ્તુને સકારાત્મક રીતે જોવા ઈચ્છીએ તો ધરતી માતા વ્યવસ્થિત કરવાનો રસ્તો શોધી રહી છે. આ પ્રકારના સમયે તમને સમજાતું હશે કે આપણે પ્રાકૃતિક સંસાધનોને બચાવવા જોઈએ.'
જ્યારે ગ્રેગ ચેપલે ધોનીને સિક્સર ફટકારતાં રોક્યા હતા, જાણો શું હતું કારણ
વનડેમાં રેકોર્ડ 3 બેવડી સદી ફટકારનાર રોહિતે ટી20 આંતરરાષ્ટ્રીયમાં પણ સૌથી વધુ 4 સદી ફટકારી છે. હાલમાં તેણે જણાવ્યું હતું કે તે ખુદ માટે નાના લક્ષ્ય બનાવે છે, જેથી કોઈ ખેલાડી પર તણાવ અને દબાવ વધતો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube