`Thank You...` રોહિતની ઈમોશનલ પોસ્ટથી ડર્યા ફેન્સ, શું આ નિવૃત્તિનો સંકેત છે?
Rohit Sharma: છેલ્લા કેટલાક દિવસોથી ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા માટે ઘણા મુશ્કેલીઓથી ભરેલા રહ્યા છે. એક તરફ નિવૃત્તિની અટકળો ચાલી રહી હતી તો બીજી તરફ રોહિત હારના ટેન્શનથી પરેશાન જોવા મળી રહ્યો છે. વર્ષ 2024ના છેલ્લા દિવસે રોહિત શર્માએ એક યાદગાર વીડિયો શેર કર્યો જેનાથી ફેન્સ ચોંકી ગયા છે.
Rohit Sharma: છેલ્લા કેટલાક દિવસોથી ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા માટે ઘણા મુશ્કેલીઓથી ભરેલા રહ્યા છે. એક તરફ નિવૃત્તિની અટકળો ચાલી રહી હતી તો બીજી તરફ રોહિત હારના ટેન્શનથી પરેશાન જોવા મળી રહ્યો છે. વર્ષ 2024ના છેલ્લા દિવસે રોહિત શર્માએ એક યાદગાર વીડિયો શેર કર્યો જેનાથી ફેન્સ ચોંકી ગયા છે. વીડિયો શેર થતા જ ફેન્સ કોમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધું છે. સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પણ રોહિતના વીડિયો પર લવ રિએક્ટ કર્યું છે.
ઉતાર-ચઢાવ ભરેલું રહ્યું 2024
રોહિત શર્મા માટે વર્ષ 2024 ઉતાર-ચઢાવ ભરેલું રહ્યું છે. રોહિતે આ વર્ષે પોતાની કપ્તાનીમાં T20 વર્લ્ડ કપ 2024માં ટાઇટલ જીતીને ICC ટ્રોફીના દુષ્કાળનો અંત લાવ્યો હતો. પરંતુ ત્યારબાદ જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો વારો આવ્યો ત્યારે રોહિત શર્મા ટ્રોલ આર્મીનો શિકાર બન્યો. ટેસ્ટમાં હિટમેનના ફોર્મ પર પ્રશ્નાર્થ ચિહ્ન છે. ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાંથી બહાર દેખાઈ રહી છે જેના કારણે રોહિતની કેપ્ટનશિપ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
'અહીં ફિલ્મ બનાવવાની મજા પૂરી થઈ ગઈ...' અનુરાગ કશ્યપે બોલીવુડ છોડવાનો કર્યો નિર્ણય
રોહિતે લખી ઈમોશનલ પોસ્ટ
રોહિતે 2024ની યાદોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં ટીમના તમામ ખેલાડીઓ હિટમેનની સાથે છે અને 2024 T20 વર્લ્ડ કપની યાદો પણ જોવા મળી રહી છે. આ વીડિયો શેર કરતી વખતે રોહિતે લખ્યું કે, 'બધા ઉતાર-ચઢાવની વચ્ચેની દરેક વસ્તુ માટે 2024નો આભાર.'
ખેડૂતોને નવા વર્ષની ભેટ, સરકારે મધ પર MEP આગામી વર્ષના ડિસેમ્બર સુધી વધારી
સિડનીમાં લેશે નિવૃત્તિ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ 3 જાન્યુઆરીથી શરૂ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મેચ રોહિત શર્મા માટે છેલ્લી ટેસ્ટ હોઈ શકે છે. રોહિત આ મેચ બાદ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. હિટમેનની ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી ફેન્સ ચોંકી ગયા હતા અને કોમેન્ટમાં ચેમ્પિયન કેપ્ટનને અભિનંદન પાઠવ્યા હતા.