રોહિત શર્મા-શિખર ધવને કરી 4000 રનની ભાગીદારી, સચિન-વીરૂને પાછળ છોડ્યા
રોહિત શર્મા અને શિખર ધવને 91 ઈનિંગમાં સાથે ઓપનિંગ કર્યું છે. બંન્નેએ આ ઈનિંગોમાં 4034 રન જોડ્યા છે.
નવી દિલ્હીઃ રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી વનડેમાં ભારતને સારી શરૂઆત અપાવી હતી. બંન્નેએ 7.4 ઓવરમાં 47 રન જોડ્યા હતા. આ બંન્ને ક્રિકેટર વનડે ક્રિકેટમાં ઓપનર તરીકે 4000 રનની ભાગીદારી પણ કરી ચુક્યા છે. રોહિત-શિખર 4000 રનની ઓપનિંગ ભાગીદારી કરનાર વિશ્વની ચોથી જોડી છે.
આ 91મી તક છે જ્યારે રોહિત શર્મા અને શિખર ધવન ઓપનિંગ જોડી તરીકે ઉતર્યા હતા. તેણે આ મેચોમાં 45.34ની એવરેજથી 4034 રન જોડ્યા છે. તેમાં 13 સદી અને 13 અડધી સદીની ભાગીદારી સામેલ છે. આમ તો આ બંન્ને ખેલાડીઓએ 92 વાર બેટિંગ કરી હતી. આ બંન્નેએ પ્રથમવાર 6 જૂન 2011ના ચોથી વિકેટ માટે 43 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ બે વર્ષ પછી 6 જૂન 2013ના જ બંન્ને પ્રથમવાર ઓપનર તરીકે ઉતર્યા હતા.
હાર્દિક પંડ્યાને વધુ એક ઝટકો, પ્રતિષ્ઠિત ખાર જિમખાના ક્લબે સભ્યપદ કર્યું રદ્દ
સચિન-સૌરવની જોડી છે નંબર-1
વનડે ક્રિકેટમાં વિશ્વની નંબર-1 જોડી સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની છે. આ બંન્નેએ 136 ઈનિંગમાં ઓપનિંગ કરી હતી. ભારતીય જોડીએ આ ઈનિંગોમાં 49.32ની એવરેજથી 6609 રન જોડ્યા હતા. ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટ અને મેથ્યૂ હેડનની જોડી આ મામલામાં બીજા સ્થાને છે. આ બંન્નેએ 114 મેચોમાં 48.39ની એવરેજથી 5372 રન બનાવ્યા હતા. ત્રીજા નંબર પર 1980ના દાયકાની વેસ્ટ ઈન્ડિઝની દિગ્ગજ ઓપનિંગ જોડી છે. વિન્ડીઝના ગોર્ડન ગ્રીનિજ અને ડેસમંડ હેન્સે 102 મેચોમાં 5151 રન જોડ્યા હતા.
રોહિત-શિખરે સચિન વીરૂને છોડ્યા પાછળ
રોહિત શર્મા અને શિખર ધવને સૌથી વધુ રનોની ઓપનિંગ ભાગીદારી કરવાના મામલામાં સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાની લોકપ્રિય જોડીને પાછળ છોડી દીધી છે. સચિન-સહેવાગે 93 ઈનિંગમાં 42.12ની એવરેજથી 3913 રન જોડ્યા હતા. દક્ષિણ આફ્રિકાના હાશિમ અમલા અને ક્વિન્ટન ડિ કોક પણ ઓપનિંગ જોડી તરીકે 83 મેચોમાં 3913 રન જોડી ચુક્યા છે.