ગુવાહાટીઃ  Rohit Sharma: ભારતીય ટીમે મંગળવારે ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ વનડેમાં શ્રીલંકાને 67 રનથી કચડી નાખ્યું હતું. આ સાથે જ ભારતે શ્રીલંકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની સદીના આધારે ભારતે આ મેચમાં ધમાકો કર્યો છે. છે. આ મેચમાં વિરાટ કોહલીએ 87 બોલમાં 113 રન ફટકારીને પોતાની ODI કરિયરની 45મી સદી ફટકારી હતી, જેમાં 12 ફોર અને 1 સિક્સ સામેલ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયાની જીત અને કોહલીની સદી છતાં કેપ્ટન રોહિત ખુશ નથી
ટીમ ઈન્ડિયાની જીત અને વિરાટ કોહલીની ધમાકેદાર સદી છતાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ખુશ જોવા મળ્યો નહીં. મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ અચાનક પોતાના એક નિવેદનથી બધાને ચોંકાવી દીધા હતા. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ ચોંકાવનારું નિવેદન આપ્યું અને કહ્યું કે, 'ભારતની આ જીતથી હું ખૂબ જ પ્રભાવિત છું. અમે બેટથી સારી શરૂઆત કરી અને મેચમાં શાનદાર સ્કોર મેળવ્યો. આ મેચમાં અમારા બેટ્સમેનોએ ખરેખર જીતનો મજબૂત પાયો નાખ્યો હતો, પરંતુ અમે આ મેચમાં વધુ સારી બોલિંગ કરી શક્યા હોત.


આ પણ વાંચોઃ રડતા નાનકડા ફેનને રોહિતે કરાવ્યો ચૂપ, કહ્યું-મોટા મોટા ગાલ તારા, જુઓ VIDEO


રોહિત શર્મા બિલકુલ ખુશ દેખાતા ન હતા
શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં ભારતીય બોલરોએ જે રીતે બોલિંગ કરી તેનાથી કેપ્ટન રોહિત શર્મા બિલકુલ ખુશ નહોતો. એક સમયે શ્રીલંકાના 206 રનના સ્કોર પર 8 વિકેટ પડી ગઈ હતી અને ટીમ ઈન્ડિયાના બોલરોને શ્રીલંકાને ઓલઆઉટ કરવાનો મોકો મળ્યો હતો, પરંતુ શ્રીલંકાની ટીમે પૂરી 50 ઓવર રમી હતી. છેલ્લી ઓવરોમાં ટીમ ઈન્ડિયાની ખરાબ બોલિંગનો ફાયદો ઉઠાવતા શ્રીલંકાએ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 306 રન બનાવ્યા હતા.


રોહિત શર્માએ પોતાના નિવેદનથી બધાને ચોંકાવી દીધા હતા
રોહિત શર્માએ મેચ બાદ કહ્યું, 'હું વધારે ટીકા કરવા માંગતો નથી, કારણ કે પરિસ્થિતિઓ સરળ ન હતી. ફ્લડલાઇટ હેઠળ બોલિંગ કરવી સરળ નહોતી, ખાસ કરીને જ્યારે ઝાકળ હોય ત્યારે. જો તમારે જીતવું હોય તો દરેકે યોગદાન આપવું પડશે. આપણે કેટલાક ક્ષેત્રોમાં એકજૂથ થઈને પ્રદર્શન કરવાની જરૂર છે. ટીમના તમામ 11 ખેલાડીઓએ એકજુટ થઈને પ્રદર્શન કરવાની જરૂર છે. મને ખબર નહોતી કે શમીએ આવું કર્યું (રનઆઉટ), શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા 98 રન પર બેટિંગ કરી રહ્યા હતા. દાસુન શનાકાએ જે રીતે શાનદાર બેટિંગ કરી હતી, અમે તેને આ રીતે આઉટ કરી શકતા નથી. તે એવી વસ્તુ નથી કે જેના વિશે અમે વિચાર્યું, તેને હેટ્સ ઑફ, તેણે ખરેખર સારી બેટિંગ કરી. 


આ પણ વાંચો- IND vs SL : ગુવાહાટી વનડેમાં કોહલીનો જલવો, ફટકારી 45મી વનડે સદી, બનાવ્યો રેકોર્ડ


આ વિવાદ મેચની છેલ્લી ઓવરમાં થયો હતો
તમને જણાવી દઈએ કે જ્યારે શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા પ્રથમ વનડેમાં 98 રન પર બેટિંગ કરી રહ્યા હતા ત્યારે ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ તેને રન આઉટ કર્યો હતો, પરંતુ કેપ્ટન રોહિત શર્માએ ખેલદિલીનું ઉદાહરણ રજૂ કરતા તેને આઉટ કર્યો નહોતો.આમ છતાં શ્રીલંકન લંકાના કેપ્ટન દાસુન શનાકાને બેટિંગ કરવા માટે ક્રીઝ પર પાછો બોલાવવામાં આવ્યો હતા. આ પછી શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ પણ પોતાની સદી પૂરી કરી અને મેચ બાદ કેપ્ટન રોહિત શર્માનો આભાર પણ માન્યો. મેચની છેલ્લી ઓવરમાં મોહમ્મદ શમી ચોથો બોલ ફેંકે તે પહેલા આ ઘટના બની હતી. અહીં શમીએ શનાકાને માકંડિંગ કરી દીધો હતો. પરંતુ રોહિતે કહ્યા બાદ અપીલ પરત ખેંચી લીધી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube