IND vs SL 1st ODI: ગુવાહાટી વનડેમાં કોહલીનો જલવો, ફટકારી 45મી વનડે સદી, બનાવ્યો રેકોર્ડ
Virat Kohli Sachin Tendulkar record: ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવો દરેક બેટર માટે સરળ વાત નથી, પરંતુ વિરાટ તો વિરાટ છે.
Trending Photos
ગુવાહાટીઃ વિરાટ કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ વનડેમાં શાનદાર સદી ફટકારી છે. આ શ્રીલંકા વિરુદ્ધ તેની નવમી તો વનડે કરિયરની 45મી સદી હતી. 80 બોલમાં ફટકારેલી સદીની સાથે વિરાટ કોહલીએ મહાન ભારતીય બેટર સચિન તેંડુલકરના એક મોટા રેકોર્ડની બરોબરી કરી લીધી છે. હકીકતમાં ભારતીય જમીન પર માસ્ટર બ્લાસ્ટરના નામે 20 સદી હતી. હવે કિંગ કોહલીએ પણ તેની બરોબરી કરી લીધી છે. સચિને ઘરમાં રમાયેલા 164 મેચમાં 20 સદી ફટકારી હતી, જ્યારે કોહલીએ 102 મેચમાં આ કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
87 બોલમાં 113 રન
ટોસ ગુમાવી પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત આજે જબરદસ્ત રહી. કેપ્ટન રોહિત શર્માએ 83 અને શુભમન ગિલે 70 રન બનાવ્યા હતા. બંને વચ્ચે પહેલી વિકેટ માટે 143 રનની ભાગીદારી થઈ. આ મજબૂત શરૂઆત પર કોહલીએ પોતાની સદી ફટકારી હતી. વિરાટ પહેલા બોલથી લયમાં જોવા મળી રહ્યો હતો. 12 ચોગ્ગા અને એક સિક્સની ઈનિંગમાં આ બેટરને બે-બે જીવનદાન પણ મળ્યા હતા. 50 અને 80 રન આસપાસ તેના કેચ છોડવામાં આવ્યા હતા.
For his incredible TON, @imVkohli is our top performer from the first innings of the first #INDvSL ODI 👏 👏
A summary of his batting display 🔽 pic.twitter.com/EMnv5xaqdw
— BCCI (@BCCI) January 10, 2023
સતત બીજી વનડે સદી
પૂર્વ ભારતીય કેપ્ટને પાછલા વર્ષના અંતમાં બાંગ્લાદેશના પ્રવાસમાં વનડે ફોર્મેટમાં સદી ફટકારી હતી. નંબર 3 પર બેટિંગ કરતા તેણે 99 બોલમાં 114 રન બનાવ્યા હતા. આ સદી 1214 દિવસ બાદ આવી હતી. તે સદીથી પૂર્વ ભારતીય કેપ્ટને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટર રહેલા રિકી પોન્ટિંગને આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાના મામલામાં પાછળ છોડ્યા હતા.
73મી આંતરરાષ્ટ્રીય સદી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એટલે કે ટેસ્ટ, વનડે અને ટી20માં મળીને આ વિરાટ કોહલીના બેટથી આવેલી 73મી સદી છે. એક્ટિવ પ્લેયર્સમાં તેની આસપાસ કોઈપણ નથી. પરંતુ ઓવરઓલ લિસ્ટમાં સચિન તેંડુલકર ટોપ પર છે, જેણે પોતાના કરિયરમાં 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. વનડે રેકોર્ડની વાત કરીએ તો સચિન-વિરાટમાં માત્ર પાંચ સદીનું અંતર રહી ગયું છે. વિરાટની આ 45મી સદી છે તો સચિને 49 વનડે સદી ફટકારી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે